તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના 1,64,854 વિદ્યાર્થીઓ ધો.10-12 બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી 7 માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.10-12ની લેવાનાર પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ધો.10 અને 12ની પરીક્ષા માટે સુરતમાં 164854 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરત શહેર-જિલ્લાના 11 ઝોનમાં 81 કેન્દ્રોના 526 બિલ્ડીંગમાં બોર્ડની પરીક્ષા લેવાશે. જો કે ચાલુ વર્ષે સાયન્સના વિદ્યાર્થીઓમાં 6974નો નોંધપાત્ર ઘટાડો થયો છે. પરીક્ષામાં ગેરરિતી નહીં થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરા ધરાવતા જ પસંદ કરવામાં આવ્યા છે. જેથી સીસીટીવી કેમેરાના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર ચાંપતી નજર રાખવામાં આવશે. પરીક્ષાને લઇ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્ચ-2019 બોર્ડની પરીક્ષા આંકડામાં

પરીક્ષા ઝોન કેન્દ્ર વિદ્યાર્થી બિલ્ડીંગ
10 6 54 98604 303

12 સા.પ્ર. 5 18 48870 152

12 વિ.પ્ર. - 9 17380 71

કુલ 11 81 164854 526

ચાલુ વર્ષે 1405 વિદ્યાર્થી વધ્યા
ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં સુરત શહેર-જિલ્લામાં 163449 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 1405 વિદ્યાર્થીઓના વધારા સાથે 164854 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં ધો.10માં 3468, ધો.12 સામાન્ય પ્રવાહમાં 4911 વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 6974 વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો