તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ મેનિએક્સના 149/7ના સામે ડુમસ ક્રિકેટ ક્લબના 151/1

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ‘વૈશાખી બાયોસ ટી-20’ ક્રિકેટ ટુર્નામેન્ટના ચોથા દિવસે બપોરે સુરત ફ્રેન્ડ્સ ક્લબ અને પોલ આર્મી વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પોલ આર્મીનો 18 રને વિજય થયો હતો. 51 બોલમાં 74 રન રમનાર ઉર્વિશ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પોલ આર્મીએ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 175 રન કર્યા હતા જવાબમાં ફ્રેન્ડ્સ ક્લબની ટીમ 6 વિકેટના ભોગે 157 રન જ કરી શકી હતી. જેમાં સૌરવ ચૌહાણે 40 બોલમાં 72 રન ફટકાર્યા હતાં. બોલિંગમાં પોલ આર્મી તરફથી યુવરાજ કોસમિયાએ 35 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

ડુમસ ક્રિકેટ ક્લબ અને મેનિએક્સ વચ્ચે રમાયેલી બીજી મેચમાં ડુમસ ક્રિકેટ ક્લબનો 9 વિકેટે વિજય થયો હતો. દૂધિયા રોશનીમાં રમાયેલી મેચમાં ધી મેનિએક્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓ‌વરમાં 7 વિકેટના નુકસાન પર 149 રન કર્યાં હતાં જેમાં ઇસ્માઇલ કારાએ 26 બોલમાં 39 અને મૈનિલ ઉમરીગરે 34 બોલમાં 36 રન કર્યાં હતાં. બોલિંગમાં ડુમસ ક્રિકેટ ક્લબ તરફથી અરઝાન નગવાસવાલાએ 21 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ડુમસ ક્રિકેટ ક્લબે આ ટાર્ગેટને 1 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો, જેમાં પિયુષ તન્વરે 47 બોલમાં 80 અને જય પટેલે 43 બોલમાં 57 રન કર્યાં હતાં. તાબડતોડ 80 રન કરનાર તન્વર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...