15 કંપનીના સહારે રૂ. 58 કરોડનું કૌભાંડ: રાજેશની જામીન અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15 કંપનીઓના સહારે બોગસ બિલિંગ કૌભાંડ આચરનારા આરોપી રાજેશ મુંદ્રા દ્વારા જામીન મુક્તિ માટે ચીફ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર આગામી 14મી ફેબ્રુઆરીના રોજ સુનાવણી થનાર છે. નોંધનીય છે કે એસજીએસટીના સહાયક કમિશનર એચ.આઇ.દેસાઈ દ્વારા આરોપીની
ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલ હવાલે કરાયો હતો. આરોપીએ 15 કંપનીના નામે 58 કરોડનું કૌભાંડ
આચર્યું હતુ.

કઈ કઈ કંપનીઓ મારફત બોગસ બિલિંગ

આરોપીએ અક્ષર એન્ટરપ્રાઇઝ, મેસર્સ માનસી ટેક્સટાઇલ, મેસર્સ યશ ટેક્સટાઇલ, મેસર્સ ઓમેગા એક્સપોર્ટ, મેસર્સ મહાવીર સિન્થેટીક્સ, દીયા ક્રિએશન, એશિયન ઇમ્પેક્સ, ગુરુક્રુપા ઇમ્પેક્સ, મહાલક્ષ્મી ઇન્ટરનેશનલ, સેફાયર એક્સપોર્ટ, કશીષ ઓવરસીઝ, વિશાલ ઇમ્લેક્સ, ગ્લોબલ એક્ઝિમ, મારૂતિ એક્સપોર્ટ, શ્રીજી ઇમ્પેક્સ, તથા રૂચી સેલ્સના નામે બોગસ બિલ બનાવ્યા હતા.

કમલ મુંદ્રાનું પણ સ્ટેટમેન્ટ લેવાયું

આરોપી રાજેશ મુંદ્રાના ભાઇ કમલ મુંદ્રાનું પણ એસજીએસટી દ્વારા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ છે. અધિકારીઓ આ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે કમલ મુંદ્રાનો રોલ સમગ્ર કેસમાં કેટલો છે અને કંઇ કંપનીઓમાં તે ડિરેક્ટર છે કે પણ નહીં. કમલ મુંદ્રાની જુની કુંડળી પણ અધિકારીઓ કાઢી રહ્યા છે આ માટે એક્સાઇઝ ઓફિસનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કોફેપોસામાં થયેલી ધરપકડની વિગતો પણ કઢાવવામાં આવી રહી છે.

સંડોવાયેલા અનેક પર ધરપકડની લટકતી તલવાર

અન્ય સમાચારો પણ છે...