સિટીલાઇટ વૈષ્ણોદેવી મંદિરમાં 13મીએ 11 હજાર કુંવારિકાની પૂજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા માતા વૈષ્ણોદેવી ધામમાં ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે નવ દિવસના અનુષ્ઠાન કરાશે. આ પ્રસંગે મંદિરમાં માતાજીને વિવિધ શૃંગાર સાથે કિર્તન અને અખંડ જ્યોત પ્રગટાવાશે. 13મીએ 11 હજાર કુંવારિકા પૂજન કરાશે. સાંજે 7 કલાકે મહાપ્રસાદી અપાશે.

શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા માતા વૈષ્ણોદેવી ધામમાં સતત 26માં વર્ષે ચૈત્ર નવરાત્રિનું અનુષ્ઠાન આજથી શરૂ કરાશે. આ અંગે માતા વૈષ્ણોદેવીધામના માતાજીએ જણાવ્યું હતું કે નવરાત્રિ પર્વના અનુષ્ઠાન નિમિત્તે સવારે ઘટસ્થાપન કરાશે. ત્યારબાદ નવ દિવસ માતાજીને નિત્ય વિવિધ શૃંગાર કરાશે. નવરાત્રિના નવ દિવસમાં પ્રથમ દિવસે પુષ્પોના હાર અને 7મીએ ફળોના શૃંગાર કરાશે. 11મીએ 2100 દીવડા પ્રગટાવાશે. 12મીએ શ્રીફળ માતાજીને 31 હજાર પુષ્પો અને 2100 કમળના ફુલ ચઢાવાશે. આ પ્રસંગે રાતે 8 કલાકે 108 કન્યાને માતાજીના સ્વરૂપમાં સજાવાશે. 13મીએ સવારે 6 કલાકે કમળના પુષ્પોના સુશોભન સાથે બપોરે 2 કલાકે 11 હજાર કુંવારીકાનું પૂજન કરાશે. કુંવારિકા પૂજન સિટીલાઈટના તેરાપંથ ભવનમાં કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 કલાકથી મહાપ્રસાદી અપાશે. નવ દિવસ દરમિયાન પાઠાત્મક શતચંડી યાગ કરાશે. જેનું અંતિમ દિવસે શ્રીફળ હોમી વિસર્જન કરાશે.

શ્રી શ્યામ મંદિરમાં ચૈત્ર નવરાત્રીની પૂજા-આરતી
વેસુના વીઆઈપી રોડ પર આવેલા શ્રી શ્યામ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પૂજા, આરતી અને કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરની શ્રીહરિ સત્સંગ સમિતીએ ચૈત્ર નવરાત્રીમાં ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી માટે શ્રી હરિ મંદિર રથનું નિર્માણ કર્યું છે. આ રથનું રવિવારે સિટીલાઈટના અગ્રસેન ભવનમાં આવેલા શ્રીશ્યામકુંજ હોલમાં લોકાર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...