તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થેલેસેમિયા પીડિત બાળકો માટે 120મો રક્તદાન કેમ્પ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંલા ગલી યુવક મંડળ છેલ્લા 30 વર્ષથી સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યું છે. સંસ્થા દ્વારા લગભગ 300 જેટલા થેલેસેમિયાથી પીડાતા બાળકોને નિ:શુલ્ક રક્ત પુરુ પાડવામાં આવે છે. આ માટે વાર્ષિક પાંચ હજાર બોટલ રક્તની જરૂર પડે છે જેને પહોંચી વળવા માટે સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાંલા ગલી યુવક મંડળના પ્રમુખ અંકુરભાઇ શાહના જણાવ્યા પ્રમાણે તા.21મી માર્ચ-શનિવારના રોજ સાંજના 6થી રાતના 11 કલાક સુધી તેમજ રવિવાર તા.22મી માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી કાયસ્થની વાડી, પોલીસ ચોકીની સામે, સુભાષ ચોક, ગોપીપુરા, ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. સંસ્થાને આ બંને દિવસના કેમ્પમાં લગભગ 500થી 600 બોટલ રક્ત એકત્ર થશે તેવી આશા છે.
અન્ય સમાચારો પણ છે...