તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનથી વેપારીએ મોકલેલા 11.37 લાખનાં ઘરેણાનાં પાર્સલની ચોરી થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ નવસારીમાં રૂષભ રેસીડન્સીમાં રહેતા ને ઘોડદોડ રોડ રામચોક ખાતે જ્વેલર્સનો ધંધો કરતા વિપુલ શાહે વરાછા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાગીદારે 31મી ડિસેમ્બરે રાત્રે રાજસ્થાનથી 35 તોલાના સોનાના ઘરેણાંનું પાર્સલ લકઝરી બસમાં ડ્રાઇવર દીપસિંહ સોઢાને મોકલાવ્યું હતું. 1લી જાન્યુ. સવારે બસ સુરત આવતાં ચાલક દીપસિંહે દાગીનાનું પાર્સલ લેવા વેપારીને કોલ કર્યો હતો. વેપારીએ તેના કર્મીને પાર્સલ લેવા મોકલ્યો ત્યારે બસમાંથી પાર્સલ ગાયબ હતું, તેમજ બસ ચાલક દીપસિંહ સહિત ત્રણેએ હાથ ઊંચા કરી દેતાં વરાછા પોલીસમાં વેપારીએ બસના ચાલક દીપસિંહ સોઢા, કંડક્ટર અર્જુનસિંહ સોઢા, અને હનુમાન ભીલ(ત્રણેય રહે, બીકાનેર, રાજસ્થાન)ની સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...