તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 વર્ષીય હેતના અપહરણ-હત્યા કેસ: પાડોશીને આજીવન કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છ વર્ષ અગાઉ યોગીચોક ખાતે 11 વર્ષિય હેત ભંડેરીના અપહરણ અને હત્યાના ગુનામાં ગુરુવારે સત્ર ન્યાયધિશની કોર્ટે પાડોશી એવા આરોપી જગદીશ ઠુમ્મરને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. અન્ય આરોપી સાવન ભાલાણાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયો હતો. આરોપીએ હેતનું અપહરણ કરીને તેને એક કલાકમાં જ ગળુ કાપીને હત્યા કરી હતી અને લાશને ગુળમાં ભરી તેને પૂણા-સીમાડા રોડ પર ફેંકી દેવાયો હતો. કેસમાં એપીપી રિન્કુ પારેખે દલીલો કરી હતી.

યોગીચોકના તુલસી દર્શન સોસાયટીમાં રહેતા સંજય નરસિંહ ભંડેરીના 11 વર્ષિય દીકરા હેત 31મી જાન્યુઆરી 2013ના રોજ સોડાની ખાલી બોટલ આપવા માટે ઘર નજીક દુકાન પર ગયા બાદ ગુમ થયો હતો. ઘરના લોકોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બે દિવસ સુધી બાળક નહીં મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

માસૂમની કલાકમાં જ હત્યા કરી દીધી

આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે અપહરણના એક કલાક બાદ જ હેતનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. આરોપીએ કહ્યુ કે ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યુ હતુ, પરંતુ હેત પોતાને ઓળખતો હોય તેની હત્યા કરી દેવાઈ હતી.

લીગલ રિપોર્ટર | સુરત

છ વર્ષ અગાઉ યોગીચોક ખાતે 11 વર્ષિય હેત ભંડેરીના અપહરણ અને હત્યાના ગુનામાં ગુરુવારે સત્ર ન્યાયધિશની કોર્ટે પાડોશી એવા આરોપી જગદીશ ઠુમ્મરને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. અન્ય આરોપી સાવન ભાલાણાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયો હતો. આરોપીએ હેતનું અપહરણ કરીને તેને એક કલાકમાં જ ગળુ કાપીને હત્યા કરી હતી અને લાશને ગુળમાં ભરી તેને પૂણા-સીમાડા રોડ પર ફેંકી દેવાયો હતો. કેસમાં એપીપી રિન્કુ પારેખે દલીલો કરી હતી.

યોગીચોકના તુલસી દર્શન સોસાયટીમાં રહેતા સંજય નરસિંહ ભંડેરીના 11 વર્ષિય દીકરા હેત 31મી જાન્યુઆરી 2013ના રોજ સોડાની ખાલી બોટલ આપવા માટે ઘર નજીક દુકાન પર ગયા બાદ ગુમ થયો હતો. ઘરના લોકોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બે દિવસ સુધી બાળક નહીં મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...