અઠવાડિયામાં 104 ગેરકાયદે નળજોડાણ કટ, 250ને નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

પાણીની અછતને લીધે લોકોને પાણીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરાવવા આખરે પાલિકાનું હાઇડ્રોલિક ખાતુ સક્રિય થયું છે. દિવ્ય ભાસ્કર પાણીના થતાં વેડફાટ અંગે સમયાંતરે અહેવાલો પ્રસિદ્ધ કરતાં પાલિકા સફાળુ જાગ્યું છે. પાલિકા કમિશનરે હાઇડ્રોલિક ખાતુ અને ઝોનલ ઓફિસરોને પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તેથી છેલ્લા અઠવાડિયામાં શહેરમાંથી ગેરકાયદે 104 જેટલા નળ જોડાણો કાપી નંખાયા છે તથા વેડફાટ કરનારા 250 ને નોટીસ ફટકારવામાં આવી છે.

પાણીનું લેવલ ઘણું ઘટી જાય અને લોકોને ડહોળુ, બેસ્વાદ, ઓછા પ્રેશરથી પાણી સપ્લાઈ થવાની સ્થિતિ ઉદ્ધભવે અને લોકોનો હોબાળો ફરિયાદો ઉઠે ત્યાર બાદ સિંચાઈ ખાતુ માંડ પાણી છોડે છે.! આવી સ્થિતિને દિવ્ય ભાસ્કર સમયાંતરે ઉજાગર કરતું આવ્યું છે શહેરને જરૂરિયાત મુજબ પાણી સપ્લાય કરવામાં પણ આખાડા થઈ રહ્યાં હોય લોકોએ પાણી માટે પોકાર કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ પાણીનો વેડફાટ પણ ચિંતાજનક છે લોકોમાં જાગૃતિનો અભાવ હોય અને ગેરકાયદે કનેકશનો, ટાંકીઓ ઉભરાવવી, કાર-મકાન ધોવા, ગાર્ડનોમાં બેફામ વપરાશ સહિતની બાબતોથી પાણીનો વધુ બગાડ થઈ રહ્યો છે.

 ઈમ્પેક્ટ
27-4ના રોજ છપાયેલો અહેવાલ.

અન્ય સમાચારો પણ છે...