Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનની પાસે 1000 હેક્ટર જમીન વિકસાવાશે
સુરત શહેરના અંત્રોલીમાં સુરત બારડોલી હાઈવે પાસેથી પસાર થનાર બુલેટ ટ્રેનના સ્ટેશન પર ચર્ચા કરવા રાજ્યના નેશનલ હાઈવે સ્પીડ કોરિડોર અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વચ્ચે શુક્રવારે મળેલી બેઠકમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આજુબાજુમાં આવેલી અંદાજે 1000 હેકટર જમીનના વિકાસની ચર્ચા થઈ હતી. પ્રેઝન્ટેશનમાં એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારને શહેરનો સૌથી ઝડપી વિકાસ થનારો હિસ્સો બનાવવામાં આવશે. સ્ટેશનની આસપાસમાં જમીનને ટ્રાંજેટ ઝોનના હિસાબે વિકસાવવાની તૈયારી છે. સુડાના ચીફ ઓફિસર ચંદ્રકાંત નેમાએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં તમારું કામ મહદંશે ડેવલોપમેન્ટ કરવાનું રહેશે. સુડાએ સ્ટેશન માટે જમીન સંપાદન સિવાયની બાકી બધી કામગીરી કરવાની રહેશે. અંત્રોલી ગામ પાસે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશન ત્રણ હેક્ટરમાં બનાવવામાં આવશે. જોકે, તેની આજુબાજુની એક હજાર હેક્ટર જમીનને ડેવલપ કરાશે. સ્ટેશન પાસે ૨૦૦ મીટરની જગ્યામાં ટ્રાંજેટ ઝોન તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ટેકનિકલ સ્ટેશન એરીયા ડેવલોપમેન્ટ પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ત્રણ ટીપી બનાવવાની યોજના
દસ્તાવેજમાં બુલેટ ટ્રેન માટલા સ્ટેશનની આસપાસની જમીન પર પાર્ટી બનાવી નથી.આ વિસ્તારમાં ત્રણ ટીપીની યોજના છે. ત્યારબાદ જમીન આરક્ષિત કરાશે. જેથી સ્ટેશન માટે ઓછામાં ઓછી જમીન સંપાદનમાં લઈ શકાય. જાપાન અને એનએચઆરસીએલના ફિઝિબિલિટી રિપોર્ટને આધારે મેટ્રો જીએસઆરટીસી અને સિટી બસ સેવાઓને પણ જોડવાનો પ્રસ્તાવ છે. મેટ્રો ટ્રેન માટેનું સરોલીથી અંત્રોલી વધુ નજીકનાં સ્ટેશન બનશે.
આજુ બાજુની જમીન પર પાંચ FSI અપાશે
અધિકારીઓએ જણાવ્યું કે,બુલેટ ટ્રેન સ્ટેશનની આજુબાજુના 200 મીટરથી લઈને 1000 હેક્ટર સુધી જમીનમાં 5 FSI અપાશે.જેથી આજુબાજુના વિસ્તારમાં નિર્માણ કાર્ય થાય અને સુડાને પણ લાભ થાય.