પાંડેસરામાં 100 લોકો બીમાર થતાં ફેક્ટરી 3 દિ’ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમમાંથી નીકળતા ધુમાડાના કારણે નજીકમાં આવેલા હરિઓમ નગરના સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સાથે આંખમાં બળતરા થતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. 100 થી વધુ લોકો બીમારીમાં સપડાયા હોવાની માહિતી સાંપડી છે. છેલ્લા પંદર દિવસથી સ્થિતિ વધારે ખરાબ થતા સ્થાનિક લોકો ફેક્ટરી પર પહોંચી ગયા હતા. અને ફેક્ટરીના માલિકોને સમગ્ર મામલાની જાણ કરી હતી. જેથી ફેક્ટરી માલિકોએ ત્રણ દિવસ સુધી ફેક્ટરી બંધ રાખવાનું આશ્વાસન આપ્યું હતું. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં સ્થાનિક લોકો જીપીસીબી અને કલેક્ટરને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...