તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડરોડના 14 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને 10 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 વર્ષ અગાઉ વેડરોડ ખાતે 14 વર્ષના કિશોરને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને દસ હજારનો દંડ કર્યો હતો.અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી દિગંત તેવારે દલીલો કરી હતી. કોર્ટે આરોપીએ ભોગવેલી સજા ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ-428 હેઠળ મજરે આપવાનો હુકમ કર્યો હતો.

13મી ફેબ્રુ., 2015ના કતારગામ પોલીસમાં અપાયેલી ફરિયાદની વિગતો મુજબ એસ.એસ.સી.માં અભ્યાસ કરતાં 14 વર્ષિય કિશોર 12મી ફેબ્રુઆરીના રોજ સોસાયટીના નાકે રમી રહ્યો હતો ત્યારે વેડરોડની ત્રિભોવન સોસાયટીમાં રહેતો આરોપી સંકેત ઉર્ફે અઘોરી બારૈયા બાઇક પર આવ્યો હતો અને કિશોરને તેના ઘરે મૂકી દેવાનું કહી બાઇક પર બેસાડી કિશોરને પોતાના ઘરના ધાબા પર લઇ ગયો હતો અને કિશોરને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનુંં કૃત્ય આચર્યું હતું. નરાધમે દુષ્કૃત્ય આચર્યા બાદ ફરી ધમકી આપી હતી કે જો પોલીસમાં ગયો તો જાનથી મારી નાંખીશ. જો કે, કિશોરે ઘરે જઇ આરોપીની તમામ હકત અંગે જાણ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરાય હતી. કોર્ટમાં સરકાર તરફે એપીપી દિગંત તેવારની દલીલો બાદ દસ વર્ષની સજાનો હુકમ કરાયો હતો. સમગ્ર કેસમાં પોલીસ સર્જન ડોકટરને સાક્ષી બનાવવાનું જ ભૂલી ગઈ હતી. એપીપી દિગંત તેવારના વાત ધ્યાને આવતા કોર્ટમાં 311 મુજબની અરજી કરી, દલીલો બાદ અરજી મંજૂર કરાવી ડોકટરને સાક્ષી બનાવ્યા હતા. ડોકટરના નિવેદન-રિપોર્ટના આધારે આરોપી ફરતે ગાળિયો કસાયો હતો.

આરોપી વિરુદ્ધ કઇ કલમ હેઠળ કેટલી સજા કરાઈ
ઇ.પી.કો. 363- સાત વર્ષની સજા, એક હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા

ઇ.પી.કો.-377-દસ વર્ષની સજા, દસ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા

ઇ.પી.કો.-504-બે વર્ષની સજા, એક હજારનો દંડ અન જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સજા

ઇ.પી.કો.-506(2) બે વર્ષની સજા, બે હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સજા

અન્ય સમાચારો પણ છે...