તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડ-વરિયાવ બ્રિજ માટે 10 ટકા ઊંચું ટેન્ડર,118 કરોડની ઓફર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

તાપી નદી ઉપર વેડ-વરિયાવ બ્રિજ બનાવવા ટેન્ડરની અંદાજિત કિંમત રૂા. 107.75 કરોડથી 10 ટકા ઊંચું એટલે કે રૂપિયા 118 કરોડનું ઇજારદાર વિજય મિસ્ત્રીનું ટેન્ડર આવ્યું છે. જ્યારે રણજીત બિલ્ડકોને રૂા.142 કરોડમાં બ્રિજ બનાવવાની ઓફર કરી છે. આ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે ગત બજેટમાં કેટલીક રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં સ્થાયી સમિતિની બેઠકમાં બ્રિજ માટે વરિયાવ તરફ જમીન સંપાદન અને લાઇનદોરીનું કામ મંજૂર કરાયું હતું. આ કામ મંજૂરી થયા બાદ હવે બ્રિજ નિર્માણના કામ માટે શાસકો આગળ વધ્યા છે. 26 વર્ષ જુના સરદાર બ્રિજને રિપેર કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં બ્રિજ વાઇડનીંગની કામગીરી પૂર્ણ થયા બાદ હવે સરદાર બ્રિજને રિપેર કરવા ટેન્ડર કિંમતથી 9 ટકા ઉંચું 9.12 કરોડની ઓફર આવી છે. અઠવા ફલાય ઓવરબ્રિજ રૂા.2.95 કરોડના ખર્ચે રિપેર કરવાની ઓફર આવી છે. બુધવારે મળનાર ટેન્ડર સ્કુટિ કમિટીમાં આ તમામ કામો પર નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો