તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 ઓક્ટો. સુધી વરસાદની આગાહી, નવરાત્રીમાં ખેલૈયાને મેઘરાજાનું વિઘ્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઇ ડેમમાં 2.06 લાખ ક્યુસેક આવક ચાલુ છે ત્યારે 1.46 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલું છે. હથનૂર ડેમમાંથી 56 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું છે. ઉકાઇ ડેમની સપાટી 344.16 ફૂટ અને હથનૂર ડેમની સપાટી 213.66 મીટર નોંધાઇ છે. ઉપરવાસમાં છેલ્લા 36 કલાકમાં 155 મીમી વરસાદ નોંધાયો હતો.હાલમાં સોરાષ્ટ્ર સાથે સાઉથ ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે શનિવારે દિવસભર શહેરમાં છુટોછવાયો વરસાદ હતો. આગામી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે ત્યારે ખુલ્લા પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરનારા આયોજકોમાં ચિંતા વ્યાપી છે.શહેરમાં 9 મીમી જ્યારે જિલ્લાના મહુવામાં 7 મીમી, ઓલપાડમાં 12 મીમી સિવાય બાકીના તમામ તાલુકા કોરાકટ રહ્યા હતા. શહેરના સેન્ટ્રલમાં 9 મીમી, વરાછામાં 3 મીમી, રાંદેરમાં 12 મીમી, કતારગામમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.

વિવિધ ડેમની સ્થિતિ
ઉકાઇ ડેમ: 344.26 ફૂટ (ભયજનક 345 ફૂટ)

ઉકાઇ ડેમ લાઇવ સ્ટોરેજ: 6578 એમસીએમ (97 ટકા)

હથનૂર ડેમ: 213.66 મીટર (ભયજનક 214 મીટર)

કાંકરાપાર ડેમ: 165.60 ફૂટ

કોઝવે: 8.30 મીટર

અન્ય સમાચારો પણ છે...