તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં ક્લિનિકમાંથી 10 લાખની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્રાણ ગામમાં ઓમકાર રો-હાઉસમાં રહેતા કિર્તીભાઈ અરવિંદ પટેલ ડોક્ટર છે. સરથાણામાં સ્વામીનારાયણ નગરમાં તેમની ક્લિનિક છે. રવિવારની રાત્રિ દરમિયાન ગમે ત્યારે તસ્કરોએ તેમન ક્લિનિકનું શટર વચ્ચેથી ઉંચુ કરીને રોકડા 10 લાખ રૂપિયા ચોરી કરીને નાસી ગયા હતા. તસ્કરોએ ત્યાં જ અન્ય એક રીદ્ધમ ક્લિનીકનું શટર ઉંચુ કરીને ચોરી કરવાની કોશિષ કરી હતી. તસ્કરોને તેમાંથી કાંઈ મળ્યું ન હતું. ડો.કિર્તીની દીકરી કેનેડામાં બીએસસીનો અભ્યાસ કરે છે. તેને ત્યાં ફી ભરવાની હોવાથી અહીથી રૂપિયા મોકલવાના હતા. તે માટે દસ લાખ રૂપિયા ક્લિનિકમાં રાખ્યા હતા. જે ચોરાઈ ગયા હતા. સીસી કેમેરામાં બાઇક પર જતા તસ્કરો દેખાય છે. બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો