તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાકરાપાર 700-700 મેગાવોટના બે એકમોનું કામ પુર્ણતાને આરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: હાલમાં બંધાઈ રહેલા કાકરાપાર અણું મથકનું એક એકમ ચાલુ વર્ષે શરુ થઈ જશે. આવતા વર્ષે બીજા એકમથી પણ ઉત્પાદન શરુ થઈ જશે. 700-700મેગા વોટના બંને એકમોના કાકરાપાર અણું વિદ્યુત યોજનાના ત્રીજા-ચોથા એકમનું બાંધકામ નવેમ્બર 2010માં શરૂ થયું હતું. આશરે 12 હજાર 300 કરોડ રૂપિયાના રોકાણથી આ યોજનામાં આશરે 8 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થશે. એનાથી 3 બીએચકેના 50 હજાર મકાનોનું બાંધકામ થઈ શકે છે.

 

700 મેગાવોટના એક પરમાણું રિએક્ટરમાં 2 કુલિંગ ટાવર હશે. બંને એકમોમાં 4 કુલિંગ ટાવર હશે. જેમાં 2.50 લાખ ક્યુબિક મીટર કોંંક્રિટ લાગશે. દેશમાં હાલમાં 8 પરમાણું વીજળી મથકનું બાંધકામ ચાલી રહ્યું છે અને 22 વીજળી મથક કાર્યરત છે.   જેટલું જમીનની બાહર આ મથક છે તેનાથું પણ ઉંડુ તે જમીનની અંદર છે. અણુ મથકનું બાંધકામ ભૂકંપ પ્રુફ છે. એટલું જ નહીં બિલ્ડિંગનું ડબલ ડોમ મિસાઇલ દ્વારા કરાયેલા કોઇ પણ હુમલા સામે પણ અકબંધ રહી શકે છે.