તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Recall: સુરતીઓ નહીં ભૂલે 27મીની રાત્રી, પત્નીએ પ્રેમી સાથે મળી કરી હતી પતિની હત્યા | Woman In Surat Killed Husband With The Help Of Lover

Recall: સુરતીઓ નહીં ભૂલે 27મીની રાત્રી, પત્નીએ પ્રેમી સાથે મળી કરી'તી પતિની હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ એક સ્ત્રી ક્રૂર બને તો કઇ હદે જઇ શકે એના જીવંત ઉદાહરણ સમાન ઘટના 27મી જુન 2016ની રાત્રે શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલી સર્જન સોસાયટીમાં ઘટી હતી. દિશીત જરીવાલાની ક્રૂર હત્યા કરાઇ હતી. પત્ની વેલ્સીએ ચોંધાર આંસુએ રડતાં દિશીતની હત્યા લૂંટના ઇરાદે આવેલા બુકાનીધારીઓએ કરી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસની તપાસમાં વેલ્સીના વલોપાત અને આંસુ પાછળથી કંઈક અલગ હકીકત સામે આવી હતી. દિશીતની હત્યા પત્ની વેલ્સીએ કથીત પ્રેમી સુકેતુ ઉર્ફે સની મોદીએ સાથે મળી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. હત્યાને બે વર્ષ થયું છે. ત્રણ પરિવારના માળા વિખાઈ ગયા હતા. ઘા પર રૂજ આવી રહી છે. આરોપી વેલ્સીને જામીન મળ્યા છે. જ્યારે સુકેતુ જેલમાં જામીનની રાહ જોઈ રહ્યાં છે. 


  
વેલ્સીએ માથે ઊભા રહી પતિ દિશીતની હત્યા કરાવી
  
પુત્રીને લઇ સની સાથે રહેવા માટે વેલ્સીએ માથે ઊભા રહી પતિ દિશીતની હત્યા કરાવી હતી. આ હત્યા અને કોઇએ નહીં પણ વેલ્સીના પ્રેમી સની અને તેના ડ્રાઇવર ધિરેન્દ્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતાં આ ત્રણેયની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અને તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેમાં વેલ્સીનો જામીન પર છૂટકારો થઈ ગયો છે. જ્યારે તેના કથીત પ્રેમી સુકેતુની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્રૂરતાથી દિશીતની હત્યા કરવામાં આવી તેના 80 ફોટોગ્રાફ્સ પણ ચાર્જશીટ રજૂ કરાયા
અન્ય સમાચારો પણ છે...