વાઘેચા તાપી નદીમાં મોતના વમળને રોકી શકાયું નથી, ત્યાં કિનારે બેસીને યુવકો કેફી પીણાં પીવામાં મશગૂલ બન્યા

કેફી પીણાંની મહેફિલ માણતા યુવકો મોતના ભયથી અજાણ હોય છે
કેફી પીણાંની મહેફિલ માણતા યુવકો મોતના ભયથી અજાણ હોય છે
Bhaskar News

Bhaskar News

Sep 12, 2018, 12:11 AM IST

કડોદ : વાઘેચા ખાતે તાપી નદીમાં આવેલ મોતના ખાડામાં અત્યાર સુધી 152 કરતાં વધુ યુવકો મોતને ભેટ્યા છે. કલેક્ટર સહિતના અધિકારીઓની સ્થળ વિઝિટ પછી પણ આ ખાડા બાબતે કાયમી ઊકેલ લાવવામાં અસમર્થ રહ્યા છે. હાલના કલેક્ટરે નદીની વચ્ચે ખાડામાં ફેન્સીંગનો નિર્ણય લઇ કામગીરી કરાવી હતી. જે થોડા દિવસોમાં ધોવાઇ ગઇ છે. બીજી તરફ મોતના ખાડા પાસે આજે પણ લોકોની અવર જવર અટકાવી શકયા નથી. અમુક સહેલાણીઓ વાર તહેવારે મોતના ખાડા પાસે આવી કેફી પીણાની મહેફિલ પણ માણી રહ્યા છે. આવા સંજોગમાં મોતના ખાડો વધુ ઘાતક સાબિત થઇ શકે.

તાપીનો જોખમી ખાડો બંધ કરવામાં જવાબદારો ગંભીર નહીં બને તો, વધુ નિર્દોષ ભોગ બની શકે

વાઘેચા ફરવા આવતા બહારના ઘણા સહેલાણીઓ સીધા તાપી નદીમાં જતા હોય છે. નદીની વચ્ચે મોતના ખાડા પાસે રમણીય વાતાવરણ હોવાથી આ સ્થળ જાણે લોભામણું બની જતા ખાસ કરીને બહારથી ફરવા આવતા યુવાનો મોતના ખાડાનું સ્વચ્છ વહેતું પાણી જોતાં સ્વાભાવિક નાહવાની ઇચ્છા મોતના ખાડામાં ખેંચી જતી હોવાનું જાણવા મળેલ છે. આ મોતના ખાડામાં નિર્દોષ ભોગ ન બને તે માટે જિલ્લા કલેકટર ખાડામાં પ્રવેશ ન કરે તે માટે ફેન્સિંગ કામ કરાવ્યું હતું પરંતુ ફેન્સિંગ ધોવાઇ જતા બિન ઉપયોગી સાબિત થયું છે. તાજેતરમાં મોતના ખાડા સુધી રોકવામાં તંત્ર લાચાર છે. મહેફિલ માણવા માટે પણ આ સ્થળ પસંદ કરવામાં આવી રહ્યું છે.

રવિવારે બપોરના સમયે પરપ્રાંતીય યુવાનો મોતના ખાડા પાસે પથ્થરની આડશમાં બેસી કેફી પીણું કાઢી યુવકોએ મહેફિલ માણી હતી. ત્યારે મસ્તીમાં યુવકોએ જોખમી જગ્યા પર ઊભા રહી ફોટા પણ પડાવ્યા હતા. કેટલાક યુવકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતાં. જોકે, સદ્દનસીબે આ દિવસે કોઈ દુખદ ઘટના બની ન હતી. આ જગ્યા જોખમી હોવા બાબતે નદીના પટમાં નોટિસો મૂકવામાં આવી છે છતાં ઘણા અવગણીને મોતના ખાડા તરફ જતા હોય છે. જિલ્લા કલેક્ટર આ તાપીનો જોખમી ખાડાને કાયમી બંધ કરવા બાબતે આગોતરું આયોજન એક માત્ર રસ્તો હોવાનું સ્થાનિકો પણ માને છે.

મોતના સિલસિલાને અટકાવવા ખાડો પૂરવો એ જ ઉપાય

મોતના ખાડા સુધી પહોંચવા માટે તાપીના પટમાં અનેક રસ્તાઓ આવેલા છે. જેથી રસ્તાઓ બંધ કરી અટકાવી શકાય એ કપરું છે. આ મોતનો સિલસિલો અટકાવવા માટે મોતના ખાડાને બંધ કરવો એ જ એક ઉપાય સ્થાનિકો જણાવી રહ્યાં છે.
અત્યાર સુધી સુરતના યુવકો જ સૌથી વધુ ભોગ બન્યા
અત્યાર સુધી મહત્તમ સુરત શહેરના યુવકો ડૂબ્યા છે. જેઓ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ન હોવાથી મોતને ભેટે છે. આ બાબતે મંદિરના ટ્રસ્ટી મંડળે સાવચેતી રૂપે નદીના પટમાં વિવિધ જગ્યાઓ પર ખાડો જોખમી હોવા અંગે અને નદીમાં નાહવા બાબતે જોખમી હોવાના સૂચન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે છતાં જાગૃતતાના અભાવે ડૂબવાના કિસ્સા બનતા રહે છે.

X
કેફી પીણાંની મહેફિલ માણતા યુવકો મોતના ભયથી અજાણ હોય છેકેફી પીણાંની મહેફિલ માણતા યુવકો મોતના ભયથી અજાણ હોય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી