સુરતઃ વાલીઓ સાવધાન, બાળક ઉઠાવવા આવી મહિલા, સ્કૂલ બસના ડ્રાઈવરની સતર્કતાથી બચ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ હજીરા ખાતે આવેલી એસ્સાર ઇન્ટરનેશનલ સ્કૂલના સિનિયર કેજીના બાળકને વેસુ રોડ ખાતે આવેલા ફ્લોરેન્સ બિલ્ડિંગ પાસે સ્કૂલબસમાંથી અપહરણ કરવા આવેલી બે અજાણી મહિલાઓના પ્રયાસને બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને નિષ્ફળ બનાવ્યો હતો. જેના પગલે બાળકનો બચાવ થયો હતો.


  
ડ્રાઇવર ભરત પટેલની સતર્કતાથી બાળકને ઊંચકી જવાનો પ્લાન નિષ્ફળ
 
હજીરાની એસ્સાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઈગ્લીશ મીડીયમમાં ભણતા જુનીયર-સીનીયરના નાના ભૂલકાઓને લઈ બસ નં-6ના ચાલક ભરતભાઈ પટેલ અને કલીનર તેમજ બાળકોની બસમાં સારસંભાળ રાખવા માટે એક મહિલા 10મી તારીખે બપોરે 12.30 સ્કૂલેથી નીકળ્યા હતા. અડધો-પોણો કલાકમાં તેઓ વેસુ રોડના ફલોરન્સ બિલ્ડિંગની સામેના ચાર રસ્તા પાસે સ્કૂલ બસનું સ્ટોપેજ હતું. જ્યા 6 થી 7 બાળકો ઉતારી વાલીઓને સોંપ્યા હતા. તે સમયે આ સ્ટોપેજ પર બે મહિલા આવીને બાળકને બસમાંથી ઉતારવાની કોશિષ કરી હતી. જો કે ડ્રાઈવરે સમયસૂચકતાને કારણે સીનીયર કેજીના બાળકનુ અપહરણ થતા રહી ગયું હતું. બાળકને ઉપાડી જવા પાછળનો મહિલાઓનો ઈરાદો શું છે તે બાબતે સ્કૂલના અને વાલીએ પણ તપાસ કરવી જોઈએ. હજુ પોલીસ ફરિયાદ પણ કરાય નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેવી રીતે ડ્રાઈવરે બાળકને ઊંચકી જવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો