તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં ચેકની લેવડ દેવડના મામલે હજીરામાં બે ગનમેન વચ્ચે ઝઘડો, બે રાઉન્ડ ફાયરિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત: હજીરાના મોરાગામ ખાતે સાંઇ સુરક્ષા ભવનમાં જીઆઇડીએસ ‌સિક્યુરિટી કંપનીના બે ગનમેન વચ્ચે રવિવારે રાત્રે નવ વાગ્યે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને એક ગનમેને પોતાની પાસેની રાઇફલમાંથી બીજા ગનમેન પર બે રાઉન્ડ ફાય‌રિંગ કરી દીધું હતું. ગોળી પેટનો ભાગ ચીરીને ‌નીકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત ગનમેનને સારવાર માટે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથ‌મિક તબક્કે ચેકની લેવડ-દેવડ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસ જણાવી રહી છે.

  
હજીરાના મોરાગામની જીઆઇડીએસ ‌સિક્યુરિટી કંપનીના ગનમેન મોરા ગામના સાંઇ સુરક્ષા ભવનમાં રહે છે. રવિવારે રા‌ત્રિના ૯ વાગ્યે ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમર અને રામપ્રસાદ કેશવ પ્રસાદ ‌સિંગ વચ્ચે ચેકની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો. જેમાં નરેન્દ્ર‌સિંગ તોમરે ઉશ્કેરાઇને પોતાની રાઇફલમાંથી સાથી કર્મચારી રામપ્રસાદ ‌સિંગના  પેટના ભાગે બે રાઉન્ડ ફાય‌રિંગ કર્યું હતું. બંને ગોળીઓ રામપ્રસાદ ‌સિંગના પેટમાંથી આર-પાર ‌નિકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત રામપ્રસાદને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતા ઇચ્છાપોર પી.આઇ. ‌ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાય‌રિંગ કરનાર ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમરને પણ અટકમાં લઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...