તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોલવડ ગામમાં સરપંચ ફાયરિંગ પ્રકરણઃ સૌરભ તિવારી ગઈ 15મીએ પંકજ પાંડેના અડ્ડા પર ગયો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજ:  શનિવારના રોજ ખોલવડના સરપંચ પર મોટરસાઈકલ પર આવેલા ત્રણ યુવાનોએ  ફાયરિંગ કરીને જાનથી મારી નાંખવાની કૌશીશ કરી હતી. જેમાં એક યુવાન પકડાઈ ગયો છે. પોલીસે પુછપરછ કરતા બે દિવસ અગાઉ રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવે છે.જ્યારે સૌરભને ફાયરિંગ કરી હત્યા કરવા 20 લાખની ઓફર કરાઇ હતી.  કામરેજ તાલુકાના ખોલવડ ગામના યુવાન સરપંચ હારૂનભાઈ અહમદભાઈ તૈલી(48) શનિવારના રોજ ત્રણ કલાકે બજારમાં ટાવર ફળીયામાં ઘરની સામે આવેલી પાનની દુકાન ચલાવતા જાવેદ કાલેખાની દુકાને પુત્ર એઝાઝ સહિતના ગામના અન્ય યુવાનો સાથે બેઠા હતા. 

 

મુખ્ય સૂત્રધાર ધીરજ પાંડેની ધરપકડ બાદ ખબર પડશે ફાયરિંગ કેમ અને શા માટે કરવામાં આવ્યું

 

ત્યારે બસ સ્ટેન્ડ તરફ થી એક મોટરસાઈકલ પર ત્રણ ઈસમો આવીને પાછળ બેઠેલા ઈસમ સૌરભ દિનેશ તિવારી (હાલ રહે-આસપાસ પટેલનગર ગોડાદરા મુળ રહે-બિરમાપુર જી-ગૌડા ઉત્તરપ્રદેશ) પોતાની પાસે દેશી તમંચા વડે હારૂન તૈલી પર અચાનક જ બે ફુટ દુરથી ફાયરિંગ કર્યુ હતું. પરંતુ સદનશીબે હારૂન તૈલી બચી ગયા હતા, જ્યારે  સૌરભ ભાગવા જતા પકડાઇ ગયો હતો. લોકોને ઘટનાની જાણ થતા સામે જ રહેતા સરપંચના ભાઈ મહમ્મદ પણ દોડી આ‌વતા મોટરસાઈકલ પર વચ્ચે બેઠેલા ઈસમે ફાયરિંગ કરીને ઇજા પહોંચાડી હતી. હારૂન તૈલી હિમ્મત દાખવીને સૌરભને પકડીને મદદે દોડી આવેલા લોકો મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. જેમાં પુછપરછમાં જણાવ્યુ હતું કે છેલ્લા બે દિવસથી આ કામ માટે રેકી કરતા હતા.10,000 રૂપિયા સૌરભને આપ્યા હતા.

 

 

16મી ઓગષ્ટના રોજ નંબર વગરની મોટરસાઈકલ લઈને વિક્રમ તથા પંકજ ઉર્ફે ધીરજ પાંડે ( બંન્ને રહે કડોદરા) સાથે આવીને લોકેશન તેમજ ગામની બહાર નીકળવાના રોડ  જોઈ ગયા હતા. શનિવારના રોજ મોટરસાઈકલ પર ત્રણેય ઈસમો આવતા હારૂન તૈલી ન મળતા લશ્કાણા તરફ જતા રહ્યા હતાં. એક ઈસમ મોટરસાઈકલ લઈને આવીને જોઈ જતો હતો. પરંતુ બે વાર આવ્યા બાદ હારૂન તૈલી ઘરની સામે દુકાનની બાજુમાં બેસવા જતા મોટરસાઈકલ પર ત્રણ ઈસમ આવીને ફાયરિંગ કર્યુ હતું. 

 


જોકે, આ ઘટનાનો મુખ્ય સુત્રધાર પંકજ ઉફે ધીરજ પાંડે હોવાથી તેની ધરપકડ બાદ જ સરપંચ પર ફાયરિંગ કરવા પાછળ કોણ ω અને શા માટે ફાયરિંગ કરવા સહિતની સઘળી માહિતી જાણી શકાશે. હાલ પોલીસ બંન્ને ભાગેલા યુવાનોની શોધખોળ હાથ ધરી છે.

 

પંકજ પાંડેએ સૌરભ તિવારીને રૂપિયા આપવાની ઓફર આપી

 

સૌરભ તિવારી 15મી ના રોજ કડોદરા ખાતે પંકજ પાંડેના અડ્ડા પર ગયો હતો, જ્યાં પંકજ પાંડે અને વિક્રમ મળ્યા હતા અને પંકજ પાંડેએ સૌરભને જણાવેલ કે, તારે એક માણસને મારવાનો છે. તુ કામ કરશે તો તને 20 લાખ રૂપિયા આપીશું. જેથી સૌરભે કામ કરવાની તૈયારી બતાવી અને મને પાર્ટી સાથે મુલાકાત કરાવા જણાવ્યુ હતું. પંકજે તેને 10,000 રૂપિયા આપ્યા હતા.

 

 

બે ખાલી કારતૂસ કબજે


કામરેજ પોલીસે તમંચાના બે ખાલી કારતુસ તેમજ બે જીવંત કારતુસ પણ કબજે કર્યા છે.આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાંથી ફુટેજમાં આવી ગઈ છે.

 

આઠથી દસ લોકો સામે ગુનો


કામરેજ પોલીસ મથકમાં આઠ થી દસ અજાણ્યા ઈસમો વિરુદ્ઘ મારા મારી અને રાઇટીંગની ફરિયાદ આપી હતી. હાલમાં પણ સૌરભ તિવારી સુરત સ્મીમેરમાં સારવાર હેથળ છે.

 

હાલ ધીરજ પાંડેના પરિવારની પુછપરછ ચાલું છે

 

હાલમાં ધીરજ પાંડેના પરિવારજનોની પુછપરછ ચાલુ છે.પરંતુ કોઈ કડી મળી નથી. આ ઘટનામાં મુખ્ય સુત્રધાર પંકજ ઉર્ફે ધીરજ પાંડે મળે તો જ આગળ કઈક વધુ પોલીસને જાણવા મળે તેમ છે.- બી. જે. સરવૈયા, પીઆઈ, સુરત જલ્લા એલસીબી

 

 

 

અન્ય સમાચારો પણ છે...