આ કૂવો 100 વર્ષે પ્રથમવાર ન છલકાયો, જાણો કારણ- ઈતિહાસ

Dilip Chavda

Dilip Chavda

May 21, 2018, 12:43 AM IST
પરિઆ ગામના મંગળીયા કુવામાં પાણી ઓછુ થયુ
પરિઆ ગામના મંગળીયા કુવામાં પાણી ઓછુ થયુ
ગામમાં પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે
ગામમાં પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે

ઓલપાડ: ઓલપાડ તાલુકાના પરીઆ ગામે આવેલા કુવામાં વિજ્ઞાનને પડકારતી ઘટના બનતી આવી છે. દર મંગળવારે આપોઆપ કૂવાના પાણીમાં ભરાવો થઈને પાણી કૂવાની બહાર છલકાવાની ચમત્કારિક ઘટના બનતી આવી છે. વર્ષોથી બનતી આવેલી ચમત્કારી ઘટના બાદ આ ઉનાળામાં મંગળિયા કુવામાં પાણીમાં વધારો થવાની ચમત્કારિક ઘટના બંધ થઇ.ઉનાળાની ઋતુ અને ગરમીને કારણે પરિયાની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્ત્રોતમાં અચાનક ઘટાડો થતા મંગળીયા કુવામાં મંગળવારે આપોઆપ પાણીમાં વધારો થવાની ચમત્કારિક ઘટના બંધ થવા સાથે હાલ 100 વર્ષ બાદ મંગળીયા કૂવાના પાણી સુકાતા ગામમાં પીવાના પાણીની તકલીફ સર્જાઈ છે.

ઉનાળામાં પાણીના સ્તર નીચા જતાં સિલસિલો અટક્યો

મંગળ વણજારાએ વર્ષો પહેલા પાણી ની તકલીફ દૂર કરવા માટે ખોદાવેલ મંગળ કૂવાનું પાણી આજદિન સુધી પરિયા ગામની જનતા ઉપયોગમાં લેતી આવી છે. કૂવાનું પાણી પીવામાં લેવાતું આવ્યું હોઈ મંગળીયા કુવામાં પાણી સુકાવાથી ગામમાં પાણીની તકલીફ સર્જાઈ છે. ત્યારે મંગળિયા કૂવાના પાણી તળિયે જવાની ઘટના આજુબાજુના ગામો માટે આવનારા સમયમાં પાણીની મોટી તકલીફ ઉભી થવાના સંકેત આપી રહી છે તેમ કહી શકાય.

આગળ વાંચો: કૂંવા પાછળનો ઈતિહાસ

X
પરિઆ ગામના મંગળીયા કુવામાં પાણી ઓછુ થયુપરિઆ ગામના મંગળીયા કુવામાં પાણી ઓછુ થયુ
ગામમાં પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છેગામમાં પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી