તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યેશ દરજી બાદ સતીષ કુંભાણી રડાર પર, 17000 કરોડના બીટકનેક્ટ-X બહાર પાડવાની યોજના હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: બીટકનેક્ટ સ્કેન્ડલની તપાસમાં લોકોના રૂપિયા ધૂળધાણી કરનારાના પરપોટા ફૂટી રહ્યા છે. અગાઉ બે હજાર કરોડ ત્યારબાદ ચાર હજાર કરોડ અને હવે 17 હજાર કરોડના બીટકનેક્ટ એક્સ કોઇન બહાર પાડવાની યોજના બનાવાઈ હોવાનું સીઆઇડીની તપાસમાં સામે આવ્યુ છે. સમગ્ર સ્કેન્ડલમાં સતીષ કુંભાણીની મહત્વની ભૂમિકા હોવાનું સીઆઇડીના સૂત્રો જણાવી રહ્યા છે. આથી તપાસકર્તા અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સતીષ કુંભાણી હાલ કયા દેશમાં છે.

 

સીઆઇડીની તપાસ હવે ત્રણ કોઇન ફરતે કેન્દ્રિત થઈ છે. બિટકોઇનમાં રોકાણોની તો તપાસ થઈ જ રહી છે સાથે-સાથે આરોપીઓએ વર્ષ 2017માં શરૂ લોન્ચ કરેલાં બિટકનેક્ટ કોઈનમાં 1800 કરોડના ટ્રાન્ઝેકશન ટ્રેસ કર્યા છે ત્યારે સીઆઇડીના અધિકારીઓએ ધડાકો કર્યો છે કે બજારમાં બીટકનેક્ટ એક્સના 4.90 કરોડ કોઈન બહાર પાડવાની યોજના હતી. જેના એક કોઇનનો ભાવ 50 ડોલર હતો. એટલે તે અંદાજે રૂપિયા 17150 હજાર કરોડ થાય છે.

 

તપાસમાં બહાર આવ્યું હતું કે, 1.17 કરોડ કોઇન જેનું ભારતીય ચલણમાં મૂલ્ય ચાર હજાર કરોડ છે તે બહાર પાડી દેવાયા હતા, પરંતુ બાકીના 13 હજાર કરોડના કોઈનનું શું થયું એ જાણવાનો પ્રયાસ હાલ અધિકારીઓ કરી રહ્યા છે. આ અંગે જ્યારે બચાવ પક્ષના વકીલ કેતન રેશમવાલાને પૂછવામાં આવ્યુ ત્યારે તેઓએ કહ્યું કે દલીલમાં આ મુદ્દો આવ્યો હતો જેમાં અમારી રજૂઆત એ હતી કે બધુ જ નેટ આધારિત છે. તમામનો રેકર્ડ છે.

 

રૂપિયા ગયા ક્યાં?

 

CIDના અધિકારીઓ હાલ એ ચકાસી રહ્યા છે જેટલાં કોઇન વેચાયા તેના રૂપિયા કયા ગયા છે. અધિકારીએ કહ્યુ કે કાં તો કોઇન રૂપિયામાં કન્વર્ડ કરી દેવાયા છે અથવા તો બિટકોઇન, લાઇટ કોઇન કે ઇથિરીયમમાં તેને ફેરવી દેવાયા છે. સૂત્રો કહે છે કે સમગ્ર કેસમાં દિવ્યેશ દરજી ઉપરાંત મહત્વની ભૂમિકા સતીષ કુંભાણીની હોય શકે.

અન્ય સમાચારો પણ છે...