​સુરતમાં હરિધામ સોખડા સંસ્થાનો ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: હરિધામ સોખડા સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં ગુરપ્રસાદ સ્વામી અને સર્વ મંગલ સ્વામીની  નિશ્રામાં યોજાયેલ ગુરુપુર્ણિમાં ઉત્સવની ઉજવણી  કરાઈ હતી. આ પ્રસંગે  સ્વામીજીએ કહ્યુ હતુ કે હિન્દુ સંસ્કૃતિમાં સદગુરુનું સ્થાન ખુબ મોટું છે. તેમણે હરિપ્રસાદ સ્વામીનુ મુખ્ય સુત્ર ‘યુવકો મારુ હૃદય છે, યુવકો મારુ સર્વસ્વ છે’ યાદ કરતાં કહ્યું હતું કે બદલતા જતા સમયમાં આજનું યુવાધન વિદેશી કલ્ચર તરફ વળતું જાય છે ત્યારે તે યુવાધનને ફરી પાછુ ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનુ કામ સમર્થગુરુ જ કરી શકે છે. આવા સમર્થ ગુરુની ગોદમાં બેસવાથી  જીવન જીવવાની પ્રેરણાં મળતી હોય છે. કાર્યક્રમમાં મેયર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...