સુરતના લંપટ ડૉ દોશીની પત્નીએ પોલીસને કહ્યું રૂમમાં એવું થાય તેવું પોસિબલ જ નથી

Bhaskar News

Bhaskar News

Sep 13, 2018, 02:08 AM IST
ડોકટર પ્રફુલ દોશી
ડોકટર પ્રફુલ દોશી

સુરત: બળાત્કારના આરોપી નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોકટર પ્રફુલ દોશીની ડોક્ટર પત્ની મિત્સુએ પોલીસમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. બુધવારે ડો.મિત્સુ દોશીની અઠવા પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેની પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં તેણે કહ્યું કે રૂમમાં આ પોસીબલ નથી. એમ કહીને તેના પતિનો લૂલો બચાવ કર્યો હતો. જે દિવસે પ્રફુલ દોશી સામે ગુનો દાખલ કર્યા તે દિવસે મિત્સુ દોશી પોલીસ કમિશનરને મળવા માટે પણ ગઈ પરંતુ કચેરી બંધ હતી એમ પણ તેણે જણાવ્યું હતું. પતિ સામે ગુનો નોંધાતા મિત્સુ દોશી પણ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેને પૂછતાં તેણે માસીને ત્યાં રોકાઇ હોવાની વાત કરી. પતિ સામે ગુનો નોંધાયો જેને લઈને દોશીએ પોલીસ કમિ.ને અરજી કરી. દોઢથી બે કલાક સુધી પોલીસે તેની પૂછપરછ કરી બાદમાં જવા દેવામાં આ‌વી હતી.

ગાયબ થયેલી ડોક્ટર પત્નીએ હાજર થઈને પોલીસમાં નિવેદન નોંધાવ્યું


મુંબઈ અને નવસારીમાં રોકાયો હતો. તેમાં એક ડોકટરે દોશીને મદદ કરી હોવાની વાત સામે આવી રહી છે. ડો.પ્રફુલ દોશીના રિમાન્ડ પુરા થતા કોર્ટએ લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. સંભવત: બે ત્રણ દિવસમાં પીડિતાનું 164 મુજબ મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાય તેવી શક્યતા છે. પરિણીતા પર રેપ કેસમાં અઠવા પોલીસમાં ગુનો નોંધાતા પ્રફુલ દોશી પોતાની મર્સીડીઝ કારમાં મુંબઈ સંબધીને ત્યાં, નવસારી મિત્રના ફાર્મહાઉસમાં તેમજ અમદાવાદમાં વકીલની સલાહ-સૂચનો લેવા ગયો હોવાની વાતો સામે આવી રહી છે. 4 તારીખે મોડીરાત્રે ગુનો નોંધાયા પછી ડો. પ્રફુલ દોશીએ 25થી વધુ કોલ કર્યા હતા. જેમાં મોટેભાગના ડોકટર મિત્રો સાથે વાત કરી હતી. ડો.દોશીને શહેરના એક ડોકટરે ફાર્મ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હોવાની વાત સામે આવી રહી છે.

નવસારીના ઉદ્યોગપતિના ફાર્મ પર દોશીના રહેવાની મિત્રએ વ્યવસ્થા કરી હતી

નવસારીમાં ઉઘોગપતિનું ફાર્મ હાઉસ છે. જયા સુરતના એક ડોકટરે ફોન પર વાત કરીને તેને ડો.દોશીને આશરો આપવાની વાત કરી હતી. ડોકટરના કહેવાથી ફાર્મ હાઉસમાં દોશી રોકાયો હતો. ડોકટરના ઈશારે નવસારીના
ફાર્મ હાઉસના માલિક પણ ભેરવાય તેવી શકયતા છે. હાલમાં પોલીસ કાંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે આ બંનેની ઓળખ
કરી લીધી છે.

X
ડોકટર પ્રફુલ દોશીડોકટર પ્રફુલ દોશી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી