બારડોલી: ગુજરાત ઈકોલોજી કમિશનર દ્વારા નવીન અભિગમથી ધજ ગામને પર્યાવરણ અને પરિસર તંત્રના સંરક્ષણ અને વિકાસ સાથે સમગતિશીલ અને ટકાઉ વિકાસનું નવું મોડેલ ઈકો વિલેજ બનીને નવી દિશા આપી છે. સરકારી સંસ્થા તથા ગામના સમુદાયની ભાગીદારીથી નમૂનારૂપ કામગીરી નિહાળવા અમેરિકાની મિશિગન યુનિ.ના વિદ્યાર્થીઓ આકર્ષાયને મુલાકાત પણ લીધી છે.પર્યાવરણની જાળવણીના પ્રયાસો તથા સ્થાનિક રહીશોના ઉત્સાહભર્યા સહયોગથી સમગ્ર કામગીરીથી લોકભાગીદારીનું મોડેલ ગામ બન્યું છે. અને આજે પોતાના પ્રકૃતિ તરફી અભિગમને લઇ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગામની પ્રગતિથી પ્રભાવિત થઇ યુએસની મીશીગન યુનિવર્સિટીના છાત્રોએ મુકાલાત લીધી
જંગલમાં વસતા સમૂદાયો હંમેશા પ્રકૃતિની સુમેળમાં રહે છે. અહીના લોકોએ તેમના કુદરીત સંશોધનને કંઈક અંશે જાળવી રાખી રાખ્યા છે. પરંતુ કેટલીક રીતે સંશાધનો ઘટી રહ્યાં છે. જેથી પર્યાવરણની અનુકળ જાળવણી માટે નવી ટેકનલોજીની જરૂર છે. ભૂગર્ભ જળમાં ઘટાડો, જળ-વાયું પરિવર્તનની અસરો અને રાસાયણિક ખાતર અને દવાઓના બેફામ ઉપયોગથી પર્યવારણ ઉપર અસર થઈ રહી છે. જેથી વનસમુદાયો માટે તેમની પરંપરાગત જીવન શૈલીમાં થોડા ફેરફાર સાથે પર્યાવરણ અને પરિસરતંત્ર માટે મોડેલ ઇકો વિલેજના અભિગમને માંડવી તાલુકાના ધજ ગામના અમીલકણ કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક મંડળીની સહયોગ સાથે જળસંયથી લઈ અનેક કુદરતી સંપત્તિની જાળવણી માટેના કર્યો કરાયા છે. કરવામાં આવી છે.
વધુ માહિતી માટે આગળ વાંચો... આ છે ઇકો વિલેજની વિશેષતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.