તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉદ્યોગપતિને પ્રેમજાળમાં ફસાવી કહ્યું કે 2 કરોડ નહીં આપે તો પત્નીને કહી દઇશ | The Businessman Was Caught In The Love Affair And Said T

ઉદ્યોગપતિને પ્રેમજાળમાં ફસાવી કહ્યું કે 2 કરોડ નહીં આપે તો પત્નીને કહી દઇશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: અડાજણની સિમરન નામની મહિલાએ તેના પતિ સાથે મળીને બારડોલીમાં રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલા કતારગામના ઉદ્યોગપતિને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તે પછી ઉદ્યોગપતિ બીજી યુવતી સાથે ફરતો હોવાની જાણ તેની પત્નીને કરી દેવાની ધમકી આપી 2 કરોડની ખંડણી માંગતા અડાજણ પોલીસે સિમરન અને તેના પતિ સામે ગુનો નોંધ્યો છે. બારડોલીમાં રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા મહેશ વાઘાણીને સિમરન નામની મહિલાએ મોબાઇલ ફોન પર પ્રપોઝ કરી મેસેજમાં લખ્યું કે ‘તમે મને ખૂબ જ ગમો છો તમો મને પસંદ છો.’ આવી રીતે ફસાવ્યા પછી તેણે સંબંધો વધાર્યા હતા. માયાજાળમાં ફસાવીને સિમરને 2 કરોડની ખંડણી માંગી હતી.

 

અડાજણમાં રહેતા પતિ અને પત્ની સામે ગુનો નોંધાયો

 

વધુમાં સિમરને મહેશને કહ્યું કે તું અન્ય સ્ત્રી સાથે ફરે છે. તું મારા રૂપિયા નહિ આપે તો હું તારી પત્નીને જણાવી દઈશ એવું કહીને બ્લેકમેઇલ કરતી હતી. 19મી મેએ અડાજણમાં શિખર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસે સિમરન અને તેનો પતિ કોઈ કામ અર્થે આવ્યા હતા તે વખતે પણ મહેશ પણ આ ઓફિસમાં કામ માટે આવતા ત્યાં પણ સિમરન અને તેના પતિએ ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અડાજણ પોલીસ મથકમાં મહેશ વાઘાણીની બિઝનેસ પાર્ટનર મેનકાબેન કિશનચંદ વાઘાણીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સિમરન રાકેશ ચોટરાણી અને તેનો પતિ રાકેશ ઘનશ્યામ ચોટરાણી (બંને રહે, નક્ષત્ર એપાર્ટમેન્ટ, એલ પી સવાણી રોડ, અડાજણ) સામે બ્લેકમેઇલ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...