નવસારીમાં ટુક સમયમાં ટાટા ગ્રુપની જમીન પર કેન્સર હોસ્પિટલ બનશે

નિરાલી મેમોરિયલ મેડિ. ટ્રસ્ટ દ્વારા શરૂ કરાશે, ટાટા ટ્રસ્ટ સંચાલન કરશે

DivyaBhaskar.com | Updated - Jul 12, 2018, 07:17 AM
Tata Group will Make Soon Cancer Hospital In Navsari Land

સુરત-મુંબઈ: નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ બનાવાશે અને તેનું સંચાલન ટાટા ટ્રસ્ટ દ્વારા કરાશે. નિરાલી મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટે બુધવારે આ માટે સમજૂતી કરી હતી. આ પ્રસંગે એ.એમ. નાઈક અને રતન ટાટા ઉપસ્થિત રહ્યાં હતા. એલ એન્ડ ટીના ગૃપ ચેરમેન એ એમ નાઈક અને ટાટા ગૃપના સ્થાપક જમશેદજી ટાટાના જન્મસ્થાન નવસારીમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ બનાવશે. નિરાલી મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટે હોસ્પિટલના નિર્માણ અને સંચાલન અંગે સમજૂતી કરાર કર્યા હતા.

નિરાલી મેમોરિયલ મેડિ. ટ્રસ્ટ દ્વારા શરૂ કરાશે, ટાટા ટ્રસ્ટ સંચાલન કરશે

આ પ્રસંગે એ.એમ.નાઈકે કહ્યું હતું કે આધુનિક હેલ્થકેર સુવિધાઓની ઉપલબ્ધતા સામાજિક વિકાસ અને સુખાકારી માટે પૂર્વ જરૂરિયાત છે. ટ્રસ્ટની પહેલ જરૂરિયાતમંદ દર્દીઓ, ખાસ કરીને સમાજના વંચિત વર્ગોને વ્યાજબી ખર્ચે શ્રેષ્ઠ સારવાર મેળવવામાં મદદરૂમ થશે. ટાટા ટ્રસ્ટ કેન્સર સારવાર ક્ષેત્રે તેની નવીન પહેલો માટે દેશભરમાં પ્રતિષ્ઠિત છે તથા નવસારીમાં સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ સ્થાપિત કરવા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટ સાથે જોડાણ કરવાની મને ખુશી છે. રતન ટાટા એ કહ્યું હતું કે કેન્સર સામે યુદ્ધના ધોરણે લડવાની જરૂર છે નાઈકની પહેલ પ્રશંસનીય છે અને કેન્સરની સારવારને લાંબા ગાળે વાજબી અને સુલભ બનાવશે.

આ સુવિધાઓ મળશે

આ હોસ્પિટલમાં ક્લિનિકલ પેથોલોજી, હાઈ એન્ડ લિનીયર એક્સલરેટર, હિસ્ટોપેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એક્સ-રે અને મેમોગ્રાફી,સીટી સિમ્યુલેટર્સ, બ્રેકીથેરપી ઓપીડી તેમજ અદ્યતન ઓપરેશન થિયેયર જેવી સુવિધાઓ મળશે.

ટાટા ટ્રસ્ટની કામગીરી

ટાટા ટ્રસ્ટે વિસ્તારમાં વસતાં સમુદાયોનાં જીવનમાં સ્થાયી પરિવર્તન લાવવા દિવાદાંડી સમાન ભૂમિકા ભજવી છે. તેનાં સ્થાપક જમશેદજી ટાટાનાં સતત પરોપકારી પ્રવૃત્તિનાં સિદ્ધાંતો અને સ્વપ્નો દ્વારા સંચાલિત ટ્રસ્ટનો ઉદ્દેશ હેલ્થકેર અને પોષણ, પાણી અને સાફસફાઈ, શિક્ષણ, ઊર્જા, ગ્રામીણ ઉત્થાન, શહેરી ગરીબી નાબૂદ કરવી તથા કળા, કારીગરી અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવાનો છે.

પૌત્રીની યાદમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ

નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ તબીબી સારવારનાં ક્ષેત્રોમાં સમાજોપયોગી, પરોપકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા અનિલ નાયક દ્વારા સ્થાપિત ચેરિટેબલ ટ્રસ્ટ છે. બે વર્ષની બાળવયે કેન્સરનાં કારણે મૃત્યુ પામેલ પોતાની પૌત્રી નિરાલીની યાદીમાં નાયકં પરિવાર દ્વારા સ્થાપિત એનએમએમટીનો ઉદ્દેશ કેન્સરનાં દર્દીઓને મદદ કરવાનો છે.

X
Tata Group will Make Soon Cancer Hospital In Navsari Land
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App