ગુજરાતની યંગેસ્ટ ડેપ્યુટી કલેક્ટર દ્રષ્ટિ શુક્લને GPSCના ઇન્ટરવ્યુમાં પુછાયું કે ‘શું ખેડૂતોની લોન માફ કરવી યોગ્ય છે?’

DivyaBhaskar.com

Sep 16, 2018, 03:14 AM IST
talk with GPSCs successful candidate drashti shukla

સુરત: ‘છેલ્લાં ત્રણ વર્ષથી એક પણ પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ નથી કર્યો. મારા આ અભિયાનના કારણે મારા ફ્રેન્ડ સર્કલ પર પણ એની અસર પડી છે. મારે સમાજ સેવા કરવી હતી એટલે યુપીએસસી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી હતી.’

દૃષ્ટિ શુક્લ
જીપીએસસીની સફળ ઉમેદવાર


‘વર્ષ 2016માં ગ્રેજ્યુએશન પુર્ણ કર્યુ. યુપીએસસીની તૈયારી કરી એક વર્ષ સુધીમાં કરી હતી. જીપીએસસીની પરીક્ષા માટે મેં કોઈ ખાસ તૈયારી કરી ન હતી. યુપીએસસી અને જીપીએસસીનો મોટા ભાગનો કોર્સ સરખો જ હોય છે. ગુજરાતીને લગતા મુદ્દાઓની અલગથી તૈયારી અલગથી કરવી પડે છે. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઈન્ટરવ્યુ માટે હું ખૂબ જ એક્સાઈટેડ હતી. જેથી નવર્સ ઓછી હતી. મેં નક્કી કર્યું હતું કે ઇન્ટરવ્યૂમાં જેટલું આવડે છે એના જ જવાબ આપીશ. આ અભિગમને કારણે મારો ઈન્ટરવ્યુ સારો રહ્યો હતો.


યુપીએસસીની પરીક્ષામાં 12માં ધોરણ પછી નક્કી કરી લીધું હતું પણ સાચી તૈયારી મેં ગ્રેજ્યુએશન પછી કરી હતી. ગ્રેજ્યુએશન દરમિયાન મેં મારા વિષય પર ધ્યાન આપી એને બીજા એક્સ્ટ્રા કેરીક્યુલમ એક્ટિવિટી જેવી કે રિલેશનશિપ સ્કિલ વધારવા માટે રોલ્સ, આ સાથે નેનો ફિક્શન વાંચન કરી મારી પર્સનાલિટી હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે પ્રયત્નો કર્યાં હતાં. ખૂબ જ નાની ઉંમરથી સમાજના ગરીબ અને પછાત વર્ગોની સ્થિતી જોઈને દુ:ખી થઈ જતી હતી. વધારે સમજશક્તિ આવી તેમ દેશના બીજા પ્રશ્નોના નિરાકરણ માટે કામ શરૂ કર્યું. પછી મને સિવિલ સર્વિસ એક્ઝામ વિશે ખબર પડી ત્યારે મેં નક્કી કર્યુ કે, જેમાં સમાજ સેવા માટેની ઉત્તમ તકો છુપાયેલી છે. છેલ્લાં ત્રણ વર્ષથી એક પણ પ્લાસ્ટિક બેગ નથી વાપરી અને પ્લાસ્ટિક પ્રદૂષણનું કેમ્પેઈન કરીને જાગૃતિ લાવવાના પ્રયત્નો કરું છું.

જીપીએસઇ ઇન્ટરવ્યૂમાં આ પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં:


હ્યુમન એનિમલ કોન્ફિલ્કટ પર તમારા વિચારો - ખેતર વિસ્તારની આજુ બાજૂ ફેન્સિંગ કરી દેવું જોઈએ. જંગલ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા ઓછી હોવાના કારણે જંગલમાં રહેતાં પ્રાણીઓ જંગલની નજીકના ગામમાં આવી જતાં હોય છે એટલે જંગલમાં જ પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જેના માટે ચેકડેમ પણ બનાવી શકાય. આ સાથે જંગલની આજૂ બાજૂમાં આવેલા ગામોના લોકોમાં આ બાબતે જાગૃતિ આવે એ માટે એજ્યુકેશન આપવું જોઈએ.ગીરના સિંહને એમપીમાં મોકલવા જોઈએ કે નહીં - પાયલોટ પ્રોજેક્ટ પર સિંહને એમપીમાં મોકલી શકાય છે. ગીરનો વિસ્તાર ખૂબ જ નાનો છે અને તેમાં 500થી વધારે સિંહનો વસવાટ કરે છે. ક્યારે પુરની પરિસ્થિતિ, કોઈ કુદરતી આફત આવે અથવા કોઈ સિંહમાં કોઈ રોગ ચાળો આવે તો સિંહની પ્રજાતિને નુકશાન થઈ શકે છે.

સુરત ડિસ્ટ્રીક્ટમાં ફિમેલ સેક્સ રેસિયો સૌથી ઓછો હોવાના કારણો - સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી છે. જેમાં કામ ધંધા માટે ભારતના વિવિધ શહેરોમાંથી સુરતમાં વસવાટ કરવા માટે આવે છે. જેમાં સૌથી પહેલાં પુરૂષ આવે છે, જેના લીધી પુરુષોની પોપ્યુલેશન વધારે છે. અમુક સમાજના લોકોમાં પુત્ર ને જ પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે જેના કારણે ગેરકાયદે એબોશન પણ થયું હોય છે.

શું ખેડૂતોની લોન માફ કરવી યોગ્ય છે - ખેડૂતોને ગવર્મેન્ટે સપોર્ટ કરવો જોઈએ. લોન માફ કરી દેવીએ સોલ્યુશન નથી. સરકારે સિંચાઈની વ્યવસ્થા, સ્ટોરેજ ફેસિલીટી, ઉત્પાદન કરેલી વસ્તુઓને અલગ અલગ જગ્યા પર પહોંચાડવા માટેની વ્યવસ્થા અને એગ્રીકલ્ચર રિસર્ચ પર હાઈ ઍમાઉન્ટ રોકાણ કરવું જોઈએ. લોન માફ કરી દેવામાં આવે તો લોંગ ટર્મ ઈકોનોમિકલ ઈસ્યુ પણ ઉભા થઈ શકે છે.

વાયોલિની શોધ ક્યાં થઈ હતી - ઈટલીમાં 16મી સદીમાં થઈ હતી. ભારતમાં 17મી સદીમાં વાયોલિન આવ્યું હતું. ભારતમાં સૌથી બાલુ દિક્ષિતરે વાયોલિન વાદક હતાં. દૃષ્ટિએ કહ્યુ હતું કે ‘ઇન્ટરવ્યુમાં તમારા રસ વિશે ઉંડાણપૂર્વક માહિતી હોય તો જ તમારો રસો જણાવવો જોઇએ.’

X
talk with GPSCs successful candidate drashti shukla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી