સુરતીની શોર્ટ ફિલ્મ વાઈરલઃ 10 દિવસમાં જોઈ 15 મિલિયન લોકોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ હાલ ઈન્ટરનેટ ક્રાંતિ બાદ સોશિયલ મીડિયામાં શોર્ટ ફિલ્મનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતીઓ દ્વારા બનાવવામાં આવેલી સરદાર નહીં સરદારજી ફિલ્મ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. દેશ પરદેશમાં સોશિયલ મીડિયામાં ધમાકો મચાવનારી આ ફિલ્મ માત્ર 10 જ દિવસમાં 15 મિલિયન લોકો જોઈ ચુક્યાં છે. 

 

8 કલાકમાં બની 8 મિનીટની ફિલ્મ

 

સરદારજીની સારપ દર્શાવતી આ ફિલ્મનું ડિરેક્શન નિલેશ રાજગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે કોન્સેપ્ટ અને એક્ટિંગ ચરનપાલસિંગના છે. ફિલ્મનું શૂટીંગ વેસુના વીઆઈપી રોડ પર કરવામાં આવ્યું છે. ફિલ્મ વિષે માહિતી આપતાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ફિલ્મને શૂટ કરવામાં આઠ કલાક લાગ્યાં હતાં. બાદમાં પોસ્ટ પ્રોડ્કશન અને એડીટીંગ કરીને આઠ મિનીટની સુંદર શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. સમાજને સારો મેસેજ આપતી આ ફિલ્મમાં લેખક ચરનપાલ સાથે મનદીપ બસરન કુનાલ ભાટીયા દિલપ્રીતસિંગ અમિતા નારંગએ એક્ટિંગ કરી છે. જ્યારે મ્યૂઝક ડેન બગથરીયાનું છે. અને ડિરેક્ટર નિલેશ દ્વારા જ એડીંટીંગ અને ડીઓપી કરવામાં આવ્યું છે. 

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો સરદારજીની ઈમાનદારીની વાર્તા દર્શાવાઈ છે શોર્ટ ફિલ્મમાં