સુરતની સ્મીમેર હોસ્પિટલ સામે અવાવરૂ મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: સ્મીમેર હોસ્પિટલની સામે રાજીવ નગર ઝુપડપટ્ટી સંગમ ટેકરી પાસે એક અવાવરૂ કાચા મકાન માંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બોથડ પદાર્થ વડે મહિલાનું માથુ છુંદી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બળાત્કાર બાદ  મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલની સામે આવેલી રાજીવ નગર ઝુપડપટ્ટી પાસે સંગમ ટેકરી ખાતે આવેલા એક અવાવરૂ કાચા મકાન માંથી સોમવારે રાત્રે એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પુણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

 

લાશ મળી ત્યારે માથામાંથી લોહી નીકળતું હતું

 

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાનુ નામ મસૈકા ઉર્ફે ગીતા રામપ્રસાદ ચૌધરી(40) હોવાનું તેમજ તેના માથામાં કોઈક બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ગીતાના માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હોવાથી થોડો સમય પહેલા જ તેની હત્યા થઈ હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આ‌વી રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેની સાથે બળાત્કાર ગુજારાયો હતો કે નહી તે સ્પષ્ટ થશે. હાલ પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલા કચરો વીણવાનું કામ કરતી હતી. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...