સુરતઃ પુણાના સીતાનગરમાં પડ્યો ભૂવો, પખવાડીયામાં 5મી ઘટનાથી રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ મહાનગરપાલિકાના પોલ છતિ કરતી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. જેમાં પુણાગામ વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે રોડ પર ભૂવો પડ્યો હતો. જેથી સ્થાનિકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભૂવો પડ્યાના કલાકો બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

પખવાડીયામાં પાંચમી ઘટના

 

સીતાનગર ચોક વિસ્તારમાં પંદર દિવસમાં પાંચમી વખત ભૂવો પડવાની ઘટના સર્જાઈ હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ પાલિકા દ્વારા થતાં કામોમાં ચાલતી ગેરરીતિને લઈને સવાલો ઉભા કર્યા હતાં. કારણ કે, પાલિકાની નિષ્ફળ કામગીરીનો ભોગ લોકોએ બનવું પડતું હોવાનું સાબિત કરી આપ્યું હતું. ઘટનાની જાણ તંત્રને કરાયા બાદ કલાકો પછી ભૂવો પુરીને રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતાં લોકોનો રોષ વધુ ભડક્યો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર