તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં પવનના સૂસવાટા સાથે ભારે વરસાદ, ખટોદરામાં મિલની ચીમની તૂટી, 25 વૃક્ષો ધરાશાયી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: વાતાવરણમાં પલ્ટો આવતા મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બુધવારે બપોરે તાપમાનનો પારો 36.6 ડિગ્રી નોંધાયા બાદ વાતાવરણ બદલાયું હતું. અચાનક સુસવાટા સાથે પવન ફુકાવા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અચનાક પડેલા વરસાદના કારણે રસ્તે પસાર થતા વાહન ચાલકોએ સુરક્ષિત જગ્યા શોધવા માંડી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ વરસાદ સાથે ભારે પવનના કારણે કુલ 25 ઝાડ તુટી પડ્યા હતા. જેમાં સેન્ટ્રલઝોનના નાનપુરા, કૈલાશનગર, સૈયદરપુરા સહિતના વિસ્તારો ઉધના ઝોનના બમરોલી રોડ સહિતના વિસ્તાર તેમજ કતારગામ વિસ્તારનો સમાવેશ થાય છે.

 

ઝાડ તુટવાના કારણે એક કાર, રીક્ષા સહિત અનેક વાહનોને નુકશાન થયું હતું. કૈલાશનગર નાતાલી ચાલમાં મકાનના છાપરા ઉડી ગયા હતા. તો ખટોદરામાં આવેલી શિવરામ મીલની ચીમની પડી ગઇ હતી. બુધવારે શહેના સેન્ટ્રલઝોનમાં 14 મીમી, વરાછા ઝોનમાં 1મીમી, રાંદેરઝોનમાં 0, કતારગામ ઝોનમાં 10મીમી, ઉધનાઝોનમાં 0 લીંબાયતઝોનમાં 8મીમી, અને અઠવાઝોનમાં 16મીમી વરસાદ નોંધાયો હતો.

 

હવામાન ખાતાની સિસ્ટમ કામ ન લાગી

 

હવામાના વિભાગ દ્વારા તાપમાન, હવા અને વરસાદ માપવા માટે મગદલ્લા પાસે સિસ્ટમ ગોઠવી છે. પરંતુ મગદલ્લામાં પવનની ગતી સામાન્ય હોવાથી તેમજ વરસાદ પણ નોંધાય શક્યો ન હતો.

 

પવનની કેટલી ઝડપ હતી તેની જ ખબર નથી

 

વરસાદ મુદ્દે ફ્લડ કંટ્રોલ વિભાગ કહે છે, ફાયર પાસે આંકડા હોય શકે  છે. જ્યાર ફાયર કહે છે.પવન માપવાની અમારી પાસે સિસ્ટમ જ નથી.

અન્ય સમાચારો પણ છે...