તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીઃ એક જ ખેતરમાંથી 28મો દીપડો પાંજરે પુરાયો, ફેલાયો ભય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ માંડવીનાં વરેલી ગામના યુસુફભાઈનું ખેતર એવુ છે, જ્યાં એક જગ્યા પર 28મો દિપડો પાંજરે પૂરાયો છે. ગુરૂવારની સાંજે એક કદાવર દીપડા સાથે સાત માસનું બચ્ચુ ખેતરમાં રખડતી હાલતમાં જોવા મળ્યાં હતા. જે અચાનક પાંજરી નજીક મારણ ખાવાની લહાયમાં દીપડાનું નર બચ્ચુ પૂરાઇ ગયુ હતું. જેથી દીપડો ગભરાઇ નજીકના ઝાડ પર ચઢી ગયો હતો. ત્યાંરબાદ વન વિભાગને ખેડૂતે જાણ કરતા દિપડાનું બચ્ચુનો કબ્જો લીધો હતો. 

 

વન વિભાગે દીપડોનો મેળવ્યો કબ્જો

 

માંડવી તાલુકાના વરેલી ગામના ખેડૂત યુસુફભાઈ ભીખાભાઈ મહિડાનું ખેતર જાણે દીપડોઓ માટે ઘર હોવાનું સાબિત થઇ રહ્યુ છે. આ વિસ્તારમાં દીપડાઓ દેખાય પરંતુ પાંજરે યુસુફભાઇના ખેતરમાં જ પૂરાય છે. ગુરૂવારની સાંજે વધુ એક એટલે કે 28મો દીપડો પાંજરે પૂરાયો છે. સાંજે એક કદાવર દીપડા સાથે અંદાજીત સાત માસનું નર બચ્ચુ સાથે ખેતરમાં રખડતાં રખડતાં જયાં પાંજરૂ મુકવામાં આવ્યુ હતું, એ પાંજરામાં મારણને ખાવાની લહાયમાં દીપડાનું સાત માસનું નર બચ્ચુ પૂરાઇ ગયું હતું.

 

દીપડો ચડ્યો ઝાડ પર

 

બચ્ચુ પાંજરામાં પુરાવાની ઘટનાથી દીપડો ગભરાઇ ગયો હતો. અને ઝાડ પર ચઢી ગયો હતો. આ હકીકત અંગે ખેતરમાં કામ કરતા મજૂરોને જાણ થતાં જ બીજા દિવસે ખેતરમાં કામ કરવા આવવાની પણ ના પાડી હોવાનું ખેડૂતે જણાવ્યુ હતું. દીપડો ખેતરમાં હોવાનો ડર મજૂરોમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતે રાત્રે માંડવી વન વનવિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગે દીપડાના બચ્ચાનો કબજો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.  

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર