આ છે સુરતની ગ્લેમરસ પ્રોફેસર, થઈ મિસીસ ઇન્ડિયામાં સિલેક્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ ટેક્સટાઈલ અને ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત હવે ગ્લેમર વર્લ્ડમાં પણ કાંઠું કાઢી રહ્યું છે. સુરતની યુવતીઓથી લઈને પરિણીત મહિલાઓ પણ ફેશન અને મોડલિંગ ક્ષેત્રે આગળ વધી રહી છે. ત્યારે મિસીસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ-2018ની ફાઈનલમાં સુરતની એક મહિલાની પસંદગી થઈ છે.  એડીશન -8ની ગ્રાન્ડ ફિનાલે  22 સપ્ટેમ્બર 2018ના દિવસે દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમમાં યોજાવાની છે. જેમાં દેશભરની 10 હજાર મહિલાઓને ટક્કર મારી સુરતની શિવાની દેસાઈની પસંદગી ટોપ 80માં થઈ છે. ત્યારે શિવાની સ્પર્ધાનો તાજ માથા પર ધારણ કરવા ઉત્સુક છે.  

 

સ્પર્ધામાં પરિવારે કર્યો સપોર્ટઃ શિવાની
 
દેશ દુનિયામાં રહેતી મેરિડ ભારતીય મહિલાઓ માટે યોજાતી મિસીસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ-2018 મહિલાઓના બાહ્ય અને આંતરિક સૌંદર્યને નિખાર આપવા માટે પ્લેટફોર્મ પુરું પાડે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનીને સફળતાના શિખરો સર કરી રહી છે.  ત્યારે આવી ર્સ્પધા તેમને ગજબનો આત્મવિશ્વાસ પુરો પાડે છે. શિવાની દેસાઇએ કહ્યું હતું કે, કોઇ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનો વખત આવશે એવું મેં સપને પણ વિચાર્યું નહોતું. કારણ કે સ્કૂલ અને કોલેજમાં માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપ્યું હતું. અને ઉચ્ચશૈક્ષણિક કારકીર્દી બનાવવાનું વિચાર્યું હતું પણ મારા પિતા અને મારા પતિના સર્પોટ અને પ્રેરણાથી મિસીસ ઇન્ડીયામાં ઝુકાવ્યું છે. 

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો સ્પર્ધામાં ગુજરાતની ત્રણ મહિલાઓ પહોંચી ટોપ 80માં