સુરતઃ ચાર માસ પહેલા બનેલા રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ સુરતમાં મંગળ, બુધ અને ગુરૂ એમ 3 દિવસ સતત વરસાદ પડતાં ઠેક-ઠેકાણે રસ્તાઓનું ધોવાણ થઇ જતાં વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઉભી થઇ હતી. જેને પગલે તંત્રની કામગીરીના પણ લીરેલીરા ઉડી રહ્યા છે.

 
રસ્તાઓ બેસી ગયાં 

 

વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, નાના વરાછા, પુણા, મોટા વરાછા, ઉત્રાણ, અમરોલી, કતારગામ, વેડરોડ વગેરે વિસ્તારના લગભગ બધા જ રસ્તાઓનુ ધોવાણ થઇ ગયુ છે. થોડા થોડા અંતરે રસ્તા વચ્ચે ગાબડાં પડી ગયા છે. આમાંના મોટાભાગના રસ્તાઓ ચોમાસા પહેલાં બન્યા હતા. ઉનાળામાં થયેલા પીવાના પાણીની લાઇનોના  કામો, ગટરલાઇન, વરસાદી પાણી નિકાલ વગેરે માટે થયેલા ખોદકામ બાદ પુરાણમાં બેદરકારીને લીધે યોગીચોક મહાલક્ષ્મીથી દેવીદર્શન તરફ  જતો રસ્તો લગભગ અડધો કિમી સુધી અંતરમાં બેસી ગયો હતો. 

 

કપચી પથ્થરોથી વાહનચાલકો પરેશાન

 

મોટા વરાછાના મહાદેવ ચોકથી શીતળામાતા મંદિર સુધી પણ એજ હાલત છે. પુણા સીતાનગર ચોકથી અંજની બુટભવાની સુધી, અમરોલીના નવા અને જૂના કોસાડ રોડ, ઉત્રાણ મનિષા ગરનાળું, પુણા પાટિયાથી સીતાનગર બીજીબાજુ પરવટ પાટિયાથી સીતારામ અર્ચના સ્કૂલ તરફ જતો રસ્તો, વાલમનગરથી સીમાડા તરફ જતો હાઇટેન્શનવાળો રોડ, કતારગામ દરવાજા  સહીતના બધા જ રસ્તાઓની હાલત ખરાબ છે. આ બધા જ રસ્તાઓ ઉનાળામાં બનેલા છે. ચોમાસુ શરુ થયા પછી દરેક જગ્યાએ  એકથી બે વખત ખાડાઓનું  પુરાણ કરાયું છે. હવે તો પુરાણ કરેલા કપચીના પથ્થરો રસ્તા પર વેરાઇ જવા લાગ્યા છે. ખાડા કરતા કપચીના પથ્થરોથી વાહનચાલકોને વધારે પરેશાની છે. કેટલાક સ્થળોએ નવા નકોર રસ્તાઓનુ પણ ધોવાણ થઇ ગયું છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર