Home » Daxin Gujarat » Latest News » Navsari » Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ શરૂ: ‘તારક મહેતા’ફેમ જેઠાલાલ, બાઘા અને નટુકાકા રહ્યાં હાજર

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 11:38 AM

તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારો જેઠાલાલ, બાઘા અને નટુકાકાની ત્રિપુટીએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું

  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ જેઠાલાલ, બાઘા અને નટુકાકાની ત્રિપુટી દ્વારા વિશાળ જનમેદનીને ઝંડી ફરકાવી

    સાપુતારા: મોન્સૂન ફેસ્ટિવલ 2018નો ગિરિમથક સાપુતારા ખાતે પ્રારંભ થઈ ચુક્યો છે. સાપુતારા પ્રવાસન નિગમની તોરણ હિલ રિસોર્ટ પાસેથી પ્રવાસનમંત્રી ગણપતસિંહ વસાવા, ચેરમેન કમલેશ પટેલ અને તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેઈમ જેઠાલાલ, બાઘા અને નટુકાકાની ત્રિપુટી દ્વારા વિશાળ જનમેદનીને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

    એક મહિનો ચાલુ રહેશે મોન્સૂન ફેસ્ટિવલ

    4થી ઓગસ્ટથી 3જી સપ્ટેમ્બર સતત એક મહિના સુધી ચાલનારો મોન્સૂન ફેસ્ટીવલનો શનિવાર સાંજે 4.30 કલાકે તોરણ હિલ રિસોર્ટથી લેકવ્યુ ગાર્ડન થઈ નૌકાવિહારની સામે બનાવેલા પ્રોગ્રામ ડોમ સુધી વિવિધ વેશભૂષાઓ, કૃતિઓ અને ગરબા, સીદીધમાલ અને આદિવાસી નૃત્યની રમઝટ સાથે દોઢ કિ.મી. રેલી સાથે પ્રવાસીઓ મોન્સૂનના રંગમાં રંગાઈ જતા હિલોળે ચઢયા હતા.

    2001ના ભૂકંપે મિસિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટની જિંદગી હચમચાવી હતી, જીજાજી સાથે જ કરવા પડ્યા હતા લગ્ન

    નજીકના દર્શનીય સ્થળો
    1.
    ગીરાધોધ
    2. શબરીધામ
    3. પાંડવ ગુફા
    4. ઉનાઈ મંદિર
    5. ગરમ પાણીના ઝરા
    6. પદમડુંગરી

    પ્રવાસીઓ અને મહાનુભાવો ખુશખુશાલ થયા

    હોટલ તોરણ પાસેથી પ્રારંભ કરાવનાર તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારો જેઠાલાલ, બાઘા અને નટુકાકાની ત્રિપુટીએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. યોગાનુયોગ કાર્યક્રમ શરૂ થયો ત્યારે વરસાદ રોકાઈ ગયો હતો તેમજ નૌકાવિહાર પાસે રેલી સ્વરૂપે કાર્નિવલ પહોંચતા વરસાદ શરૂ થતા પ્રવાસીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો ખુશખુશાલ થયા હતા. શનિવારે પ્રારંભ થયેલા મોન્સૂન ફેસ્ટીવલમાં વિશ્વના વિદેશી 22 દેશોના વિદ્યાર્થીઓ મોન્સૂન ફેસ્ટીવલમાં મહેમાન બન્યા હતા. તેઓએ ફેસ્ટીવલમાં યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ મનભરીને માણી હતી.

    સમગ્ર રાજ્યમાં 6 ઓગષ્ટથી પડશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગ

    મોન્સૂન ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણો
    આજથી શરૂ થયેલા મોન્સૂન ફેસ્ટિવલમાં દરરોજ સવારે 8થી 9.30 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ફોટો કોર્નર અને ઈન્ટરેક્ટિવ રમત રમાશે. દરરોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી સ્થાનિક કલાકારો દ્વારા વિશિષ્ટ પ્રસ્તુતિનું આયોજન કરાશે. મોન્સૂન ફેસ્ટિવલમાં સાપુતારાનું મેઈન સર્કલ, ગર્વનર હિલ અને સાપુતારા લેકના નજીકના વિસ્તારો આકર્ષણના મુખ્ય કેન્દ્રો છે. તેની સાથે લાઈટ અને સાઉન્ડ શો, સાપુતારા લેકમાં ફુવારા અને તેની સાથે કેટલીક સ્પર્ધાઓ જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’થીમ પર સીમા દર્શન અંગેનું પ્રદર્શન.

    વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    જેઠાલાલ, બાઘા અને નટુકાકાની ત્રિપુટીએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કૃતિઓ અને ગરબા
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વિવિધ વેશભૂષાઓ, સીદીધમાલ અને આદિવાસી નૃત્યની રમઝટ
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    દોઢ કિ.મી. રેલી સાથે પ્રવાસીઓ મોન્સૂનના રંગમાં રંગાઈ જતા હિલોળે ચઢયા હતા
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    22 દેશોના વિદ્યાર્થીઓ મોન્સૂન ફેસ્ટીવલમાં મહેમાન બન્યા હતા
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Saputara Monsoon Festival 2018 Started, Tarak Mehtas Team was Present
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ