ગણેશજી સમક્ષ સાંબા ડાન્સ અને જોકરની રમૂજો

આફ્રિકન- બ્રાઝીલિયન સંસ્કૃતિ આધારિત દૃશ્યો, મંડપમાં વિસર્જન, 20 હજાર કાપડની થેલીઓ વહેંચાશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 10:48 AM
કાર્નીવલની થિમ પર તૈયાર કરાયેલા અડાજણ ફાઈટર ગ્રૂપના શ્રીજી.
કાર્નીવલની થિમ પર તૈયાર કરાયેલા અડાજણ ફાઈટર ગ્રૂપના શ્રીજી.

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા શક્તિ ગ્રુપ ફાઇટર બ્રાઝીલના પ્રખ્યાત રિયો ડી જાનેરો કાર્નિવલના થીમ પર શ્રીજીની સ્થાપના કરાઈ છે. તેમાં સતત બીજા વર્ષે તાપી બચાવો અને પ્લાસ્ટિક બંધ કરોનો સંદેશો અપાશે. આ પ્રસંગે શ્રીજીની પ્રતિમા કાંદિવલી (મુંબઈ)ના શ્રીજી જેવી છે. જ્યારે ગણેશોત્સવમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવવા માટે 20 હજાર કાપડની થેલીઓનું વિતરણ કરાશે. આ સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પણ મંડપમાં સતત બીજા વર્ષે કરાશે.


શહેરના અડાજણ વિસ્તારમાં શક્તિ ગ્રુપ ફાઇટર દ્વારા બ્રાઝીલના રિયો ડી જાનેરો કાર્નિવલના થીમ પર શ્રીજીની સ્થાપના કરાઈ છે. આ અંગે શક્તિ ગ્રુપ ફાઇટરના રવિભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લાં 29 વર્ષથી શ્રીજી સ્થાપનાનું આયોજન કરાય છે. આ વર્ષે કાર્નિવલ આફ્રિકન-બ્રાઝીલિયન સંસ્કૃતિ પર આધારિત છે. ઇસ્ટરના 51 દિવસ પહેલા તેનું આયોજન કરાય છે. આ વર્ષે કાંદિવલીના શ્રીજી આ થીમ પર છે. તેમાં બ્રાઝીલના રિયો ડી જાનેરોના કાર્નિવલનાં દૃશ્યો દર્શાવાયાં છે. કાર્નિવલની ખાસિયતો પ્રમાણે પચરંગી કપડાંઓમાં નૃત્યકારો, જોકર અને રંગબેરંગી દૃશ્યો તાદૃશ કરાયાં છે. તેની સાથે શ્રીજીને ખાસ શૃંગાર કરાયા છે. પર્યાવરણ બચાવવાના સંદેશા પર પણ ભાર મુકાયો છે.


ગ્રુપના સભ્યો દ્વારા દસેદસ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે શુક્રવારે ગ્રુપના સભ્યો પાલના વૃદ્ધાશ્રમના વડીલોની મુલાકાત લઈ ગણેશોત્સવ નિમિત્તે ખાસ ભોજન કરાવશે. ગ્રુપ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રતિમાનું વિસર્જન પણ મંડપમાં જ કરાય છે, જે પ્રમાણે આ વર્ષે પણ કરાશે. તેમાં ગત વર્ષે તાપી બચાવો અભિયાન ચલાવ્યું હતું. તેમાં અમારા ગ્રુપે ગુજરાત ગણેશ મંડળમાં પ્રથમ ઇનામ મળ્યું હતું. આ થીમ હેઠળ તાપીમાતાના કિનારે આવેલા ધાર્મિક સ્થળો અને મહત્ત્વ દર્શાવતા પ્રસંગો દર્શાવ્યા હતા. ત્યારબાદ તાપીમાં લીલ હટાવવા માટે ગ્રુપના 100 જેટલાં કાર્યકરોએ કામગીરી કરી હતી.

X
કાર્નીવલની થિમ પર તૈયાર કરાયેલા અડાજણ ફાઈટર ગ્રૂપના શ્રીજી.કાર્નીવલની થિમ પર તૈયાર કરાયેલા અડાજણ ફાઈટર ગ્રૂપના શ્રીજી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App