તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં જવા તૈયાર, નવરાત્રી વેકેશન નહીં જ આપીએ: 400 ખાનગી શાળા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: અમારુ રજિસ્ટ્રેશન રદ કરવું છે,જેલમાં નાખવા છે, જે કરવું હોય કરી તે કરો.., પણ નવરાત્રી વેકેશનમાં અમારી 400 ખાનગી શાળાઓ ચાલુ જ રહેશે. તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. દિપક રાજગુરૂએ કહ્યું છે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, જો નવરાત્રી વેકેશનમાં અમારા મંડળની એકપણ શાળાને સરકાર દ્વારા નોટીસ આપવા સહિતના કોઈ પણ પગલા લેશે, તો  પછી અમારા મંડળની 400 શાળાના અાચાર્યો, સંચાલકો અને શિક્ષકો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ડીજે સાથે રાસ- ગરબાની સાથે દાંડીયા પણ રમશે વેકેશન બાદ તરત જ 19મીથી શાળાઓમાં પરીક્ષાનો દોર શરૂ થઈ રહ્યો છે. શિક્ષણના સ્તરને સુધારવા અમે ભાજપા સરકારને મત આપ્યો છે. પણ તે બગાડી રહી છે. જો કે, મહત્વની વાત છે કે, શિક્ષણ વિભાગે શનિવારે સીબીએસઈ સહિતના અન્ય બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશન મરજિયાત કરી દીધું છે.

 

ડાયમંડ, કાપડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સરકારી કચેરીઓ પણ ચાલુુ, ખાલી શાળાઓ જ બંધ 


શહેરની ડાયમંડ, કાપડ સહિતની ઇન્ડસ્ટ્રીઝની સાથે સરકારી કચેરી પણ ચાલુ છે. તે સાથે સ્લમ અને પોશ વિસ્તારમાં રહેતા દંપતીઓ નોકરીએ જતા હોય છે. જોકે, મહત્વની વાત એ છે કે,શહેરમાં બળાત્કારના કેસો વધી રહ્યા છે. તેવામાં નવરાત્રીનું વેકેશન આપશે, તો પછી નોકરીએ જતી દંપતી તેમના બાળકોને કોના ભરોશે મૂકીને જશે તેવું પણ ડો. દિપકે કહ્યું હતું.


શિક્ષણ સુધારવા સરકારને મત આપ્યો હતો


વિધાનસભાની ચૂંટણીમાં બહાર પાડવામાં આવેલી ધોષણાપત્રમાં વિકાસની સાથે સાથે શિક્ષણના સ્તરને સુધારવાની વાત હતી. નવરાત્રી વેકેશન અપીને બાળકોના અભ્યાસ બગાડવાની નહીં હતી. જેથી અમે મત આપ્યો છે. પણ હવે શિક્ષણનું સ્તર સુધરવાની જગ્યાએ બગડી રહ્યું છે. તેવું સેમિનારમાં ડો. દિપકે કહ્યું હતું.

 

રજા રદ કરવા સી.એમને કોંગ્રેસનો પત્ર


નવરાત્રી વેકેશનની રજા રદ કરવા સુરત શહેર કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે બાબુ રાયકાએ જણાવ્યું કે દિવાળી વેકેશન દર વર્ષની જેમ જ રાખવામાં આવે. સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી વેકેશનમાં સહપરિવાર વતન જતા હોય છે ત્યારે દિવાળી વેકેશનની રજા કાપી લેવાતા વિરોધનો માહોલ સર્જાયો છે. 

 

અન્ય સમાચારો પણ છે...