સુરતમાં ભટારમાં રખડતાં ઢોર પકડનારી ટીમ પર પશુપાલકોનો હુમલો, મારી નાખવાની ધમકી આપી

પોલીસ બંદોબસ્ત વગર પાલિકાની ઢોરપાર્ટીને જીવનું જોખમ: ફોન કરવા છતાં કોઈ પણ સુરક્ષા મળતી નથી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:19 AM
પોલીસ બંદોબસ્ત વગર પાલિકાની ઢોરપાર્ટીને જીવનું જોખમ
પોલીસ બંદોબસ્ત વગર પાલિકાની ઢોરપાર્ટીને જીવનું જોખમ

સુરત: સરથાણા પોલીસ ચોકી સામે જ રખડતાં પશુ પકડી રહેલી પાલિકાની ઢોર ડબ્બા ટીમને ઘેરી વળી પશુપાલકોએ ધોલ-ધાપટ કરી હતી. અગાઉ પણ વરાછા અને કતારગામના વિવિધ વિસ્તારોમાં સામે આવેલાં આ દ્દશ્યો સરકાર દ્વારા ફા‌ળવાયેલી એસઆરપીની સુરક્ષા ટીમ મહિનામાં જ પરત ખેંચી લેવાતાં ફરી પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની સુરક્ષા ઉપર સવાલો ઊભા થયા છે. શુક્રવારે સરથાણાના જુદા-જુદા બે વિસ્તાર અને ભટારના આઝાદનગર ચોકની સાથે નવસારી બજાર વિસ્તારમાં રખડતાં પશુ પકડવાની કાર્યવાહી દરમ્યાન પશુપાલકોએ છૂટા હાથની મારામારી કરી હોવાની સાથે બળજબરીથી ડિટેઇન કરેલાં પશુ છોડાવી જવાનો પણ પ્રયાસ કર્યો હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

પાલિકા ટીમને જોઈ લેવાની સાથે ‘તમે બંગડી (યુનિફોર્મ) પહેરેલી છે, કોઈ પાછા જાશે નહીં, 8 કલાકની નોકરી પછી કયાં જાશોω’ જેવી જાહેરમાં ધમકી ઉચ્ચારાઈ હતી. આ મામલે કર્મીઓએ ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરી પોલીસ ફરિયાદ કરવા માટેની મંજૂરી માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે. અગાઉ પણ થયેલા હુમલામાં અસરકારક પગલાનો અભાવ જોવા મળ્યો છે.

આઝાદનગરમાં માથાકૂટ થતા ધમકી આપી

શુક્રવારે સવારે ભટારના આઝાદનગર ખાતે ત્રણેક રખડતાં પશુ પકડી લેતા પશુપાલકોએ પાલિકાકર્મીઓ સાથે ઝપાઝપી કરી ડિટેઇન કરેલી ગાય છોડાવવાના પ્રયાસ કર્યા હતા. માથાકૂટ બાદ પાલિકાને ધમકી આપી ટોળું પલાયન થઈ ગયું.

સરથાણામાં ટોળાએ ધક્કા મુક્કી કરતાં ભારે ઘર્ષણ

સરથાણામાં પણ પશુ પકડી લેવાતા પશુપાલકોએ ગાયને ફટકારી ભગાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં પશુપાલકોએ નોકરી પૂરી થયા પછી જોઈ લેવાની ધમકી ઉચ્ચારી તેમના યુનિફોર્મ પર આંગ‌ળી મૂકી ‘બંગડી પહેરી છે, કોઈ પાછા નહીં જાશે’ તેવું કહેતા માહોલ તંગ બન્યો હતો.

જીવના જોખમે ફરજ


રખડતાં ઢોરની સતત ફરિયાદો મળી રહી છે પણ કાર્યવાહી કરતાંની સાથે જ પાલિકા કર્મીને માર ખાવો પડી રહ્યો છે. સરથાણા અને ભટારમાં જીવના જોખમે કામગીરી કરી પણ પોલીસને ફોન કરવા છતાં કોઈ સુરક્ષા મળી નથી. - મેહુલ દેશમુખ, એસએસઆઈ, ઢોર ડબ્બા પાર્ટી.

X
પોલીસ બંદોબસ્ત વગર પાલિકાની ઢોરપાર્ટીને જીવનું જોખમપોલીસ બંદોબસ્ત વગર પાલિકાની ઢોરપાર્ટીને જીવનું જોખમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App