તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વરાછામાં માતા દોઢ વર્ષની દીકરી સાથે જતી હતીને ટોળાએ માર માર્યો | People In The Varachha Beat The Woman In Surat

વરાછામાં માતા દોઢ વર્ષની દીકરી સાથે જતી હતીને ટોળાએ માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: વરાછા એલએચ રોડ પર જનતાનગર વાડી પાસેથી દોઢ વર્ષની દિકરીને લઈને માતા લાભુબેન દિનેશભાઈ તેજાણી જતી હતી. તે વખતે રસ્તામાં બે-ત્રણ માણસોને મહિલા પર શંકા જતા તેને અટકાવી પૂછપરછ કરી. જેમાં તેણીએ પોતાની દીકરી હોવાનું કહેવા છતાં ટોળુ મહિલાને મારવા લાગ્યા હતા. મહિલા આજીજી કરી છતાં  ટોળા તેમની પર તૂટી પડયા હતા. બપોરે બનેલી ઘટનામાં મહિલાને વરાછા પોલીસ સ્ટેશને લાવીને તપાસ કરાતા હકીકત બહાર આવી હતી. જોકે,  મહિલાના હાથમાંથી બાળકી છીનવી એક મહિલાએ તેની બાળકી હોવાનું નાટક કર્યું જેના કારણે મામલો ઉગ્ર બન્યો છે. નાટક કરનાર મહિલા સામે કોઇ તપાસ કે ગુનો  પોલીસે નોંધ્યો નથી.માત્ર મહિલાની બેગ ચોરી થઈ જેમાં કપડા, રોકડ 2 હજાર અને મોબાઈલ હતો. તે બાબતે ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધ્યો હતો.

 

એફઆઈઆર: હું બે હાથ જોડીને કરગરતી રહી કે, આ બાળકી મારી  દીકરી છે

 

 

 મારૂ નામ લાભુબેન દિનેશભાઈ તેજાણી છે અને હું કામરેજ સુંદરવન સોસાયટીમાં રહું છું. મંગળવારે હું મારા પતિ અને દોઢ વર્ષની દીકરી સાથે વરાછા હીરાબાગ વિઠ્ઠલનગરની વાડીમાં બહેનની દીકરીના સીમંતના પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ બાદ મારા પતિ હીરાના કારખાને નીકળી ગયા હતા. જ્યારે હું માતૃશકિત સોસાયટીમાં મારા ભાઈના ઘરે દીકરીને લઈને ચાલતી જતી હતી. તે વખતે જનતાનગર સોસાયટીના નાકે બે-ત્રણ માણસોએ મને પૂછયું કે આ છોકરી કોની છેω, તો મેં તેમને મારી છોકરી છે, એવું કહેતા,તેઓ માન્યા ન હતા. તેમણે કહ્યું કે - આ છોકરી તમારી લાગતી નથી. તારો અને છોકરીનો ચહેરો અલગ લાગે છે. એવા સવાલો કરી ટોળા એકત્ર કરી દીધા હતા. મેં કહયું કે 20 વર્ષની ઉમરે મારા લગ્ન થયા હતા. 23 વર્ષ પછી મારો ખોળો ભરાયો છે, ચીકુવાડીમાં જે દવાખાનું છે ત્યાં મારી ડીલીવરી થઈ છે. વિશ્વાસ ન આવે તો ચાલો મારો ભાઈ માતૃશકિત સોસાયટીમાં રહે છે.

 

 એક મહિલાએ દીકરીને છીનવી હતી તેને છોડી દીધી

 

છતાં પણ કોઈ માનવા તૈયાર ન હતું. તેવામાં એક મહિલાએ આવીને મારા હાથમાંથી મારી દીકરીને છીનવી લીધી અને કહેવા લાગી કે  આ બાળકી મારી છે.ટોળાએ મારા પર હુમલો કરી દીધો હતો. કોઈએ મને લાતે મારી તો, કોઈને તમાચો માર્યો તો ગમે તેમ મારવા લાગ્યા હતા. અને તું છોકરાઓને ઉંચકી જવાવાળી લાગે છે, તારી ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છેω એમ કહી મને મારતા હતા. હું બેહાથ જોડીને કરગરતી રહી કે, ભાઈ આ બાળકી મારી દીકરી છે છતાં કોઈ માનવા તૈયાર ન હતું. ઉપરથી મારી બેગ છીનવી લીધી હતી. જેમાં મારા અને મારી દીકરીના કપડા તથા મોબાઈલ તેમજ રોકડ હતી. પછી પોલીસની ગાડી બોલાવી મને બેસાડી દીધી હતી. પોલીસ સ્ટેશને મારા ફેમિલી મેમ્બરો દોડી આવ્યા અને તમામ હકીકતો જણાવી કહી હતી. બાદમાં મને મારી દીકરી આપી હતી.

 

...તો ચોક્કસ કાર્યવાહી થશે

 

 

અજાણી મહિલા જેણે બાળકી તેની હોવાનું નાટક કર્યુ તે બાબતે અમને કશુ કહયું નથી, માર માર્યો હોવાનો પણ તેમણે જણાવ્યું નથી. એવુ બન્યું હશે તો ચોક્કસ કાર્યવાહી થશે. - એમ.પી.પટેલ, પીઆઈ, વરાછા.પો.સ્ટે

અન્ય સમાચારો પણ છે...