તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીના ગોડધા ગામના લોકોને કોઝવેના અભાવે ચોમાસું શરૂ થાય એટલે મુશ્કેલી અને પૂરું થાય એટલે કવાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ:  માંડવી તાલુકાના ગોડધા ગામના લોકોની વારંવારની અને વર્ષો જૂની વરેહ નદી પર કોઝવે બનાવવાની રજૂઆત છતાં વહીવટી તંત્રના નફ્ફટ અધિકારી અને સ્વાર્થી રાજકારણી ઓ દ્વારા કોઈપણ પ્રકારે પ્રજાલક્ષી વિકાસની કામગીરી ન કરતા વર્ષો જૂની મુશ્કેલીનો સામનો કરતા આવેલા ગ્રામજનો સ્વખર્ચે અને શ્રમદાન થી દર વર્ષે ચોમાસા બાદ જાતે કામ ચલાવ કોઝ વે બનાવે છે. ચોમાસામાં ગ્રામજનોએ બનાવેલ કામચલાઉ કોઝવે ધોવાઈ જતા વરેહ નદીપર બનાવેલ ડેમ પરથી જીવન જોખમે જવું પડતું હોઈ અત્યાર સુધી અકસ્માતમાં અનેકનો ભોગ લેવાયો છે. 

 


માંડવી તાલુકાનું ગોડધા ગામ કે જ્યાં સરકારનો કહેવાતો વિકાસ આજદિન સુધી ન પહોંચતા ગ્રામજનો ચોમાસું શરૂ થાય એટલે મુશ્કેલીમાં મુકાઈ છે અને પૂરું થાય એટલે મુશ્કેલીનો ઉકેલ લાવવા મોટી કવાયતમાં જોડાઈ છે. ગોડધા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અહી ગામની મધ્યેથી વરેહ નદી પસાર થતી હોવાથી ગામ બે ભાગમાં વહેંચાયેલું હોઈ ગામ ખાતે વરેહ નદી પર ગોળધા ડેમ બનાવવામાં આવ્યો છે જે ગ્રામજનોને એકબીજાથી જોડવા માટે એકમાત્ર પગદંડી રસ્તા સમાન છે. ગ્રામજનોની પરિસ્થિતિ ગંભીર ત્યારે બને છે જયારે ડેમ છલકાયને તેનું પાણી ઉપરથી વહેતું હોઈ ત્યારે જાનનાં જોખમે વહેતા પાણીમાં લીલ વાળા રસ્તા પર થી પસાર થવું પડે છે, ચોંકાવનારી બાબતે મુજબ અહીં અત્યાર સુધીમાં અનેક લોકોનો ભોગ લેવાવા સાથે અનેક અકસ્માતનો પણ સામનો કરી ચુક્યા છે. 

 

 

દર વર્ષે ગ્રામજનો ફાળો ઉઘરાવી જાતમહેનતે પથ્થરો અને માટીની મદદથી કામચલાઉ કોઝવે બનાવે છે


ગામ ની કુલ 2000 ની વસ્તી હોઈ જેમાં એકતરફ 1500 લોકો અને બીજી તરફ ગોળધી  ફળિયું તેમજ ગરમાડુંગરી ફળિયું આવેલું હોઈ જ્યાં 115 જેટલા પરિવારના 500થી વધુ લોકો વસવાટ કરે છે ,ઉપરોક્ત ત્રણ ફળિયા પૈકીના લોકોને દૂધ ભરવા સામાન ખરીદવા તેમજ બાળકોને ભણવા માટે નદીના ડેમ પરથી પગપાળા આવજા કરે છે અહીંથી કોઈપણ વાહનો લઈ જઈ શકાય તેમ નથી. ત્યારે ચોમાસામાં ડેમ પર પાણી ફરીવરતા પગદંડી રસ્તો પણ બંધ થાય છે. ત્યારે ગ્રામજનોને થતી મુશ્કેલી બાબતે વર્ષોથી વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ મોટું મનન કરી આપમેળે ઉકેલ લાવવાનું વિચારી ગામમાંથી લોકો પાસે રૂપિયા ઉઘરાવી વરેહ નદી પર કામચલાઉ કોઝવે બનાવવાનું વિચારી છેલ્લા 30 વર્ષથી કોઝવે બનાવતા આવ્યા છે હાલ પણ ગ્રામજનો નાણાંકીય અને શ્રમદાન કરી સિમેન્ટના પાઇપ અને માટી તથા પથ્થર નાખી કોઝવે બનાવવાની કામગીરી કરી રહ્યા છે જે ગણતરીના દિવસોમાં પુરી કરાશે.

 

 

ગ્રામજનો દ્વારા બનાવાતો કામચલાઉ કોઝવે પરથી મોટા વાહનો પણ અવર જવર કરી શકે છે. નોંધ લેવા જેવી બાબત મુજબ ગોડધા ગામ માંડવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય આનંદ ચૌધરીનું વતન છે ત્યારે ધારાસભ્યના વતનની જનતા જો વિકાસના કામોથી વંચિત રહીને વર્ષોથી મોટી મુશ્કેલીનો સામનો કરતી આવી હોઇતો તેમની વિધાનસભા બેઠકના અન્ય ગામોમાં વિકાસ કેવો હશે તે ગોડધા ની ઘટના પરથી સાબિત થાય છે. .

 

દર મહિને માથાદીઠ 10 રૂપિયા ઉઘરાવી ભંડોર એકઠું થાય છે | દરવર્ષે ગ્રામજનો પોતાના ખર્ચે નદી પર કામચલાઉ કોઝવે બનાવવાનું ચાલુ કરતા દરવર્ષે ચોમાસા બાદ કોઝ વે બનવવામાં થતો ખર્ચ ગામની જનતા ભોગવે છે. ગ્રામજનો પાસે તેમના પરિવારના સભ્યો દીઠ દરમહિને 10 રૂપિયા જેટલી રકમ આખું વર્ષ ઉઘરાવીને ભેગા થયેલા રૂપિયા માંથી કોઝવે બને છે જેમાં ગામની મહિલાઓ અને યુવાનો સાથે વયોવૃદ્ધ ભેગા મળીને શ્રમદાન કરી કામગીરી કરે છે.

 

200 મીટરનું અંતર કાપવા 8 કિમિનો ચકરાવો વેઠવો પડે છે


વરસાદની ઋતુતો ગ્રામજનો માટે જોખમી હોઈ જ છે, પરંતુ ત્યાર બાદ પણ ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે કેમકે ચોમાસામાં કાચો કોઝવે ધોવાઇ જતાં ગામના સામસામેના ફળિયાના લોકોને માંડ 200 મીટરનું અંતર કાપવા 8 કિલોમીટર નો ચકરાવો વેઠવો પડે છે ઉપરાંત ડેમ પરથી પસાર થવું ખુબજ જોખમી છે. વરેહ નદી પર કોઝવે બનાવવા બાબતે ગ્રામજનો 1980થી રહ્યા છે અને અત્યારે પણ હાલ ના ધારાસભ્ય આનંદ ચૌધરી ,સંસદ પ્રભુ વસાવા તેમજ આદિવાસી મંત્રી ગણપત વસાવાને પણ રજૂઆત કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઈ એ વાત કાને લીધી નથી. - નવીન ચૌધરી, સ્થાનિક આગેવાન


તંત્રનો લૂલો બચાવ :  વધુ વરસાદને લઈને પરિસ્થતિ ઉભી થાઈ છે


1984થી દરેક સ્તરે રજૂઆત કરાઇ છે પરંતુ આજ દિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે જીલ્લાના પ્રાયોજના વહીવટદાર અને નાયબ કલેકટર આ વર્ષે વિસ્તાર માં વધુ વરસાદ ને કારણ ભૂત ગણાવી રહ્યા છે તેમજ સમગ્ર બાબતે જેમ બને તેમ જલ્દી અને લાગતા વળગતા ખાતાઓ ને જાણ કરી જેમ બને તેમ જલ્દી કાર્યવાહી કરવાની બાહેધરી આપી રહ્યા છે. - એ. એમ. ભરાડા, પ્રાયોજના વહીવટદાર અને નાયબ કલેકટર (અહેવાલ-દિલીપ ચાવડા)