લાલકિલ્લાની પ્રતિકૃતિ પર શ્રીજીનો આશીર્વાદ લેતા મોદી

કુંભાર શેરીના યુવક મંડળ છેલ્લાં 53 વર્ષથી આયોજન કરે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 01:27 AM
લાલકિલ્લાની પ્રતિકૃતિ પર ગણેશ ભગવાનનો આશીર્વાદ લેતા P.M મોદી
લાલકિલ્લાની પ્રતિકૃતિ પર ગણેશ ભગવાનનો આશીર્વાદ લેતા P.M મોદી

સુરત: દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન મોદીજી અત્યારથી જ શ્રીજી પાસે આશીર્વાદ લેવા સુરત આવ્યા છે. આવો જ કાંઇક નજારો સુરતમાં ગલમેંડીના શ્રીજી મંડપમાં છે. ભાજપનો ગઢ ગણાતી કુંભારશેરીના યુવક મંડળે આ વર્ષે શ્રીજીની સાથે મોદીજી અને દેશના જવાનોને સાંકળ્યા છે. સુરતનો અસલ કોટ વિસ્તાર એટલે ઉમંગથી ઉજવાતા ઉત્સવો છે. આ વર્ષે ગલેમંડીની કુંભારશેરીમાં યુવક મંડળે શ્રીજીની સ્થાપના સાથે લાલકિલ્લો અને દેશના જવાનોને સાંકળી લીધા છે.


આ અંગે યુવક મંડળનાં સંદીપ રાણાએ કહ્યું કે, મંડળ દ્વારા ગણેશ સ્થાપનાનું આ 53મું વર્ષ છે. ગયા વર્ષે પાંચ દોડા પર સૂર્યદેવના રથ પર સવાર શ્રીજીની સ્થાપના કરી હતી. આ વર્ષે ચૂંટણી હતી એટલે લાલકિલ્લો સત્તાનું પ્રતિક, મોદીજી ફરી ચૂંટાય અને લાલકિલ્લા પરથી સંબોધન કરે એવી મહેચ્છા છે. તેની સાથે સરહદે દેશની રક્ષા કરતા જવાનોને પણ સ્મરણાંજલિ આપવા માટે તેમના પૂતળા મુકાયા છે. આ આખો સેટ લોખંડ, થર્મોકોલ અને પ્લાયના ટુકડા મુકી તૈયાર કરાયો છે.


કાશ્મીરમાં આતંકવાદીઓનો સતત સફાયો દેશના જવાનો કરી રહ્યાં છે. તેને લક્ષ્યમાં રાખી રોજ રાતે અનંત ચતુર્દશી સુધી નાની નાટ્યકૃતિ રજૂ કરાશે. આ કૃતિમાં સૈનિકો દ્વારા આતંકવાદીઓનો સફાયો કેવી રીતે કરાય છે તે હૂબહૂ રજૂ કરાશે. તેની સાથે શહીદ થયેલા જવાનો અને તેની પશ્ચાદભૂમાં વંદેમાતરમ...નું ગાન વાગતું હોય તેવી રીતે આખી કૃતિ રજૂ કરાશે. તેની સાથે મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુમસમાં જ પ્રતિમાનું વિસર્જન કરાશે.


ધર્મ સાથે દેશપ્રેમ


શહેરમાં વિવિધ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આ‌વી છે. ગલેમંડીના કુંભાર શેરી યુવક મંડળ દ્વારા રાષ્ટ્રપ્રેમને પ્રદર્શિત કરતા લાલકિલ્લા પર શ્રીજી અને પીએમ મોદીને દર્શાવ્યા છે. તો સાનિધ્યમાં દેશની રક્ષા કાજે આતંકવાદીઓનો સફાયો કરતાં સૈનિકોની પ્રતિકૃતિયો મુકાઇ છે.

X
લાલકિલ્લાની પ્રતિકૃતિ પર ગણેશ ભગવાનનો આશીર્વાદ લેતા P.M મોદીલાલકિલ્લાની પ્રતિકૃતિ પર ગણેશ ભગવાનનો આશીર્વાદ લેતા P.M મોદી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App