Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat

સૂરતમાં દિવ્યભાસ્કરનો લોકડાયરો, હજારોની જનમેદની વચ્ચે જલસા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:45 AM

‘મારું મન મોર બની થનગાટ કરે’ લલકારતા જ સુરતીઓને તો જલસા પડી ગયાં

  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સુરત: સાંજ આથમતા જ ડાયરા લોક સાહિત્ય અને સંગીત જલસાની સવાર પડી. થોડા જ સમયમાં રંગાની ફાર્મ પર સુરતીઓની ભીડ જામવા લાગી. ડાયરા જગતના દિગ્ગજ કલાકારો પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, હંસા બારોટ, બિહારીદાન હેમુ ગઢવી સહિતના કલાકારોનો મિજાજ રૂબરૂ માણવા માટે સુરતીઓનો ઉત્સાહ સાતમે આસમાને દેખાતો હતો.

    પહેલા કોઈના ઘરની ઓસરીમાં ડાયરો થતો હતો હવે સ્ટેજ પર થાય છે : પદ્મશ્રી ભીખુદાન ગઢવી

    સાહિત્યની વાતોને લઇને મોજીલા ગીતોની સફર થઇ.! મોર બની થનગાટ કરે, મોજમાં રે'વુ રે..જેવા ગીતો લલકારતા જ સુરતીઓને તો જલસા પડી ગયાં. સમય પસાર થતો ગયો અને સુરતીઓની મસ્તી જામતી ગઇ. આ જોઇને કલાકારોનો ઉત્સાહ પણ વધ્યો અને ડાયરાએ એનો રંગ પડક્યો. ‘સ્વસ્થ જીવન, સુખી જીવન’નો સંદેશો સુરતીને મનોરંજન દ્વારા મળી રહે એ માટે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ અને દિવ્ય ભાસ્કર દ્વારા એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હનુમાન જયંત્તિના પાવન દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારોએ સુરતીઓને મનભરીને જલસો કરાવ્યો હતો.

    કેડીએએચની આ ટીમ ડાયરામાં હાજર રહી

    કોકિલા બહેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ, મુંબઇના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. રામ નારાયણ, રિનલ ટ્રાન્સપ્લાન્ટ કન્સલ્ટન્ટ ડૉ. સંજય પાંડે, પિડિયાટ્રિક એન્કોલોજિસ્ટ કન્સલ્ટન્ટ ડૉ.શાન્તનુ સેન, ચિલ્ડ્રન હાર્ટ કેર સેન્ટર એન્ડ કન્સલ્ટન્ટ પિડિયાટ્રીક કાર્ડિઆક સર્જનના ડિરેક્ટર ડૉ. સુરેશ રાવ, સ્તન કેન્સરની સર્જરીમાં નિષ્ણાત ડૉ. મંદાર નાડકર્ણી, કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, માધવજીભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ડાયરામાં હાજરી આપી હતી.

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર અને બિહારી હેમુદાન ગઢવીની જુગલબંદી જામી હતી
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓસમાણ મીરે ડાયરામાં ગીતોની રમઝટ બોલાવતા સુરતીઓ સાહિત્યના મુડમાં આવી ગયા હતાં
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, સીઓઓ અમિત દોશી, સ્ટેટ સેટેલાઈટ એડિટર કાના બાટવા દ્વારા ડો.રામ નારાયણનું સન્માન કરવામાં આવ્યું
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લેન્ડમાર્ક ગ્રુપના માધવજીભાઈ પટેલ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સુરતના એમ.પી દર્શના જરદોષ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ
  • Lok Dayaro was organized on the day of Hanuman Jayanti in Surat
    લોકડાયરો સુરતીઓ માટે બની ગયું સંભારણું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending