તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતઃ કલમ 497 રદ પરંતુ વ્યભિચારની આશંકાએ ટોળાએ PSI અને તેની મિત્રને ઢોર માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોતજોતામાં તો લોકોનું મોટું ટોળુ ભેગું થઇ ગયું અને બધાં લાતો અને મુક્કાથી મારવા લાગ્યાં - Divya Bhaskar
જોતજોતામાં તો લોકોનું મોટું ટોળુ ભેગું થઇ ગયું અને બધાં લાતો અને મુક્કાથી મારવા લાગ્યાં

સુરત: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ વ્યભિચારની કલમ 497ને રદ કરી દેતાં તેનો સૌપ્રથમ ફાયદો શહેરમાં એક પીએસઆઈએ ઉઠાવ્યો છે.  જોકે, ડિંડોલીમાં રહેતા પીએસઆઈ લિંબાચિયાને મહિલા મિત્રને ઘરે બોલાવવાનું ભારે પડી ગયું હતું.  ડિંડોલી ઉમિયાનગર બિલ્ડિંગનં. સી-2માં ભાડે એકલા રહેતા પીએસઆઈ લિંબાચિયા (ઉ.વ. 52) શનિવારે સાંજે તેની મહિલા મિત્ર સાથે ઘરમાં હતા. એ સમયે જ સ્થાનિકોનું ટોળુ પણ ભેગુ થઇ ગયુ હતુ અને તેમણે વિરોધ નોંધાવતા હોબાળો મચાવ્યો હતો.

 

ટોળા સામે રાયોટિંગનો ગુનો, પરંતુ PSI સામે વ્યભિચારની ફરિયાદ દાખલ નહીં થઇ શકે

 

પીએસઆઈએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. એપાર્ટમેન્ટના રહીશો ભેગા થઈ બાદમાં ડિંડોલી પોલીસને જાણ કરતાં ત્યાં આવીને. પીએસઆઈએ દોઢ કલાક બાદ દરવાજો ખોલતાં રહીશોએ બંનેની ધોલાઈ કરી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે શુટિંગ કરતાં સ્થાનિક રહીશોને ધમકાવીને વીડિયો પણ ડિલીટ કરાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીએસઆઈ લિંબાચિયા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઘરે બહારથી મહિલા અને યુવતીઓને લઈને આવતા હતા. જેના કારણે રહીશોએ વિરોધ કર્યો હતો. રાત્રે પીએસઆઇએ ડિંડોલી પોલીસમાં 150થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાવ્યો હતો.

 

હાલમાં બંનેની પૂછપરછ ચાલે છે

 

હાલમાં પીએસઆઈ લિંબાચિયા અને મહિલા મિત્ર બન્ને પોલીસ સ્ટેશને લાવ્યા છીએ અને તેની પૂછપરછ ચાલી રહી છે.

- વી.એમ.મકવાણા, પીઆઈ ડિંડોલી પો.સ્ટે.