તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાળકો ઉઠાવી જવાની અફવાને કારણે એક પરિવારને ગુમ થયેલો દીકરો મળ્યો | In Olpad Has Returned The Lost Son Of A Family

બાળકો ઉઠાવી જવાની અફવાને કારણે એક પરિવારને ગુમ થયેલો દીકરો મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ:  બાળકોને ઉઠાવી જતી ટોળકી આવી હોવાની સોસીયલ મીડિયામાં અફવાને પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ઓલપાડમાં મહિલાના વેશમાં આવેલા ભિખારી જેવો ઈસમને બાળકો ઉઠાવી જવાની ટોળકીનો સભ્ય સમજી સોસાયટીના રહીશોએ પકડી પાડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેના હાથ પર ત્રોફાવેલા છુંદણામાં એક મોબાઇલ નંબર લખેલો હતો. તેની પર સંપર્ક કરતા યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે,યુવક મૂળ દિલ્હીનો રહેવાસી અને અસ્થિર મગજનો છે. અને વારંવાર ભાગી જતો હોવાથી જ પરિવારે તેના હાથ પર મોબાઇલ નંબર લખેલું છુંદણું ત્રોફાવ્યું હતું. આમ બાળકો ઉઠાવી જતી ગેંગની અફવાને પગલે એક ગુમ યુવકની ભાળ તેના પરિવારને મળી હતી. 

 

પિતાનું અવસાન થતાં ગમગીન યુવક દીલ્હીથી ભાગી આવ્યો હતો


હાલ સોસીયલ મીડિયા બાળકો ઉઠાવી જવાની વાતે મોટી અફવા ફેલાઈ છે. ત્યારે આ અફવાને પગલે અનેક સ્થળોએ નિર્દોષ લોકોને પકડીને માર મારવાની ઘટનાઓ સાથેજ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમ રોડ ઉપર આવેલ સિદ્ધનાથ નગર સોસાયટીમાં ગુરુવારે સવારે 10 કલાકે એક બહુરૂપી ઈસમ કે જેણે મહિલાના કપડાં પહેરેલા હોય તે સોસાયટીમાં ફરતો હોય જેથી સ્થાનિક લોકોના ટોળાએ ભેગા થઈ શકને આધારે તે ઈસમને રોકી  ઓલપાડ પોલીસને ટેલિફોનિક જાણ કરતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકટોળાએ પકડેલા ઈસમને પકડી લાવી પુછપરછ કરતા તે ઈસમનું નામ વિકાસભાઈ નનુભાઈ કશ્યપ (19) (રહે. દિલ્હી, ચાવડી બજાર)નો હોવાનું જણાવ્યું હતું, અને કહ્યું હતું કે તેના પિતાજી મરણ થયું હોવાથી તે છેલ્લા પાંચેક મહિનાથી પોતાના ઘરેથી નીકળી ગયેલ અને તે જુદાજુદા રેલ્વે સ્ટેશનનો તેમજ જાહેર જગ્યાઓ પર જઈને લેડીઝના કપડાં પહેરીને માંગીને ખાય છે. 

 

અસ્થિર મગજના યુવકના હાથ પર મોબાઇલ નંબર લખેલું છુંદણું

વિકાસના જમણા હાથમાં એક મોબાઇક નંબર લખેલું છુંદણું ત્રોફાવેલું હતું. આ નંબર પોલીસે સંપર્ક કરતા ફોન વિકાસના સ્વજનોએ ઉચક્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, વિકાસ મગજથી અસ્વસ્થ છે તે અવારનવાર કોઈને પણ કહ્યા વિના ઘરેથી નીકળી જતો હોવાથી તેના હાથપર તેના પરિવાર જનોએ સંપર્ક માટે મોબાઈલ નંબર લખાવ્યો છે. ત્યારે છોકરા ઉઠાવી જવાની અફવાને પગલે પોતાના ગુમ દીકરાની ભાળ પરિવારજનો સાથે થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...