ફોરેન્સિક રિપોર્ટ તાત્કાલિક મેળવવા પોલીસનો FSLને પત્ર

In dr Doshi case  Letter to FSL of Police to get immediate forensic report
Bhaskar News

Bhaskar News

Sep 17, 2018, 01:09 AM IST

સુરત: કતારગામની પરિણીતા પર રેપ મામલે ડો. પ્રફુલ દોશીની સામે ગાળિયો ફીટ કરવા માટે સાંયોગિક પુરાવવા મહત્વના છે. આ ફોરેન્સિક રિપોર્ટ તાત્કાલિક મળે તે માટે પોલીસ અધિકારીએ એફએસએલના અધિકારીને પત્ર લખીને જાણ કરી છે.


નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં 28 વર્ષની પરિણીતા ચેકઅપ માટે આવી ત્યારે ડો.પ્રુફુલ દોશીએ પરિણીતા પર બળાત્કાર કર્યો હતો. આ મામલે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં જ બળાત્કારનો ગુનો નોંધી ડો.દોશીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. એફએસએલ રિપોર્ટ તાત્કાલિક આપે તે માટે પોલીસ અધિકારીએ પત્ર લખ્યો છે. જ્યારે પોલીસ પાસે મેડિકલનો રિપોર્ટ આવી ગયો છે.


ટૂંકમાં રિપોર્ટ મળશે


એફએસએલનો રિપોર્ટ તાત્કાલિક આવી જાય તે માટે એફએસએલના અધિકારીને પત્ર લખ્યો છે. જેથી ટૂંક સમયમાં રિપોર્ટ આવી જશે.- બી.આર.પાંડોર, ડીસીપી-ઝોનં-2, સુરત શહેર

X
In dr Doshi case  Letter to FSL of Police to get immediate forensic report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી