તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર લીમડાના બે પાન અને બે કેળાથી 2-3 દિવસમાં જ 45 બંધાણીઓનો દારૂ છૂટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રસેવિકા સમિતી દ્વારા આયોજિત શિબિરમાં 45 બંધાણીઓએ શરાબ છોડ્યો હતો. આ શિબિરમાં પ્રમુખ સંચાલિકા શાંતા આક્કા અને સહ કાર્યવાહીતા સીતા આક્કા સહિત સુરેશ માસ્તર અને ડો. જિલ્ના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આભવામાં આયોજિત કુલ અઢાર દિવસના શિબિરનું શુક્રવારે સમાપન થયું હતું. શિબિરમાં બંધાણીઓને માત્ર બે લીમડાના પાન અને બે કેળાથી બીજા કે ત્રીજા દિવસથી શરાબ સંપૂર્ણ છુટી ગયો હતો.


સુરત મહાનગર રાષ્ટ્રસેવિકા સમિતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા શાખા છે. આ મહિલા શાખા દ્વારા પરિવારોને વિંખાતા બચાવવા માટે વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાય છે. આ અંગે સમિતીના ડો.જિલ્ના પટેલે કહ્યું કે આવેલા 85 બંધાણીઓમાં ત્રણથી ચાર પ્રકારના લોકો હતા. જેમાં કોઈકે પરિવારના ટેન્શનમાં શરાબ શરૂ કર્યો, કોઈએ, આર્થિક સ્થિતિનો ગમ ભૂલવા કે મિત્રો સાથે મહેફિલ માણતા બંધાણી બની ગયા હતા. છેલ્લાં અઢાર દિવસમાં રોજ તેઓ અમારી સાથે રહ્યાં અને ગુરૂજી શાંતા આક્કા અને સીતા આક્કાના માર્ગદર્શન હેઠળ રોજ બે લીમડાના પાન ખાતા. ત્યારબાદ થોડો સમય બાદ બે કેળા ખવડાવતા. કુલ 85માંથી 45 જણાએ અઢાર દિવસમાં શરાબ સંપૂર્ણ છોડી દીધો.


જેમાં મોટાભાગનાએ બીજા કે ત્રીજા દિવસથી શરાબને હાથ લગાવવાનું બંધ કરી દીધું. તેમની સાથે આવેલી તેમની પત્ની કે પરિવારવાળા સૌ આજે ખૂબ ખુશ છે. આ પ્રકારના શિબિરોમાં અત્યાર સુધીમાં કુલ 700 જેટલાં બંધાણીઓ વ્યસનમુક્ત થયા છે. વ્યસનમુક્તિની આ સંપૂર્ણ પદ્ધતિ ગુરૂ ચેન્ના કેશવ શાસ્ત્રીએ વેદના આધારે તૈયાર કરી છે, જે એકદમ સસ્તી અને સરળ છે. શુક્રવારે સમાપનના દિવસે મેયર ડો.જગદીશ પટેલ, શહેર સંઘચાલક સુરેશ માસ્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતા.