દીકરીની સારવાર માટે નાણાં ન હોવાથી વિધવા પાસે હોસ્પિટલે ઘરનો સાટાખત જમા લઈ લીધો

કામરેજના દારૂડિયા જમાઈએ માર મારતાં ઘવાયેલી પાયલને માતાએ આયૂષ હોસ્પિ.માં દાખલ કરી હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 01:45 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સુરત: દીકરીની સારવારનું 1.20 લાખનું બીલ ભરવાની પરિસ્થિતિ વિધવાની ન હોવાથી મકાનનો સાટાખત હોસ્પિટલમાં જમા કરાવી દીધો હતો. કામરેજના નનસાડ ગામે 23 વર્ષીય પાયલ ચૌહાણ પર પતિ જીગ્નેશ ચૌહાણે 15મી તારીખે સવારે જીવલેણ હુમલો કર્યો હતો. જેમા ઘવાયેલી હાલતમાં મહિલાને સારવાર માટે સ્ટેશનની આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


જ્યાં તેનું ઓપરેશન કરી ડોક્ટરોએ જીવ બચાવી લીધો હતો. જયારે પાયલની વિધવા માતા હોસ્પિટલનું બિલ ભરી શકે તેમ ન હતી. હોસ્પિટલનું 1.20 લાખનું બીલ ભરવા માટે પૈસા ન હોવાથી પોતાના મકાનનો ઓરીજનલ સાટાખત જમા કરાવી દીધો હતો. જયારે પૈસા આવશે ત્યારે સાટાખત લઈ જઈશું એમ કહયું હતું. જ્યારે આ મામલે કામરેજ પોલીસે મહિલાના પતિ જીગ્નેશ ચૌહાણની સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આયુષ હોસ્પિટલના ડો. પ્રમોદ ગોદીવાલાએ જણાવ્યું હતું કે,


મહિલા મકાનનો ઓરીજનલ સાટાખત મરજીથી આપી ગઈ હતી. કોઈ જબરજસ્તી કરી નથી બીજી બાજુ પાયલની માતા દક્ષા ગોહિલે કહ્યું કે ભગવાન કરતા ડોક્ટર મોટા છે. ફાઈલ મજબૂરીથી આપી છે. મારી છોકરી બચી શકે તેમ ન હતી આ ડોકટરો તેનો જીવ બચાવ્યો, મજૂરી કરી મહિને 5 હજારમાં દિકરો અને દિકરીઓનું ભરણપોષણ કરૂ છું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App