તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને જતો અટકાવવા પગલા લેવાનો સમય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: જીએસટીની સમસ્યાઓમાંથી નિરાકરણ આવ્યું નથી ત્યાં તો મહારાષ્ટ્રની આકર્ષક ટેક્સટાઇલ પોલિસીના કારણે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ સંકળાયેલા 30 જેટલા ઉદ્યોગકારોએ નવાપુરમાં યુનિટ્સ શરૂ કરી દીધા છે. મહિલાઓના નામે યુનિટ્સ સ્થાપવાથી યુનિટદીઠ વીજનો રૂ.1 ચાર્જ વસૂલાય છે. જેના કારણે પાંડેસરાના 500 મશીનરીઓ સામે નવાપુરમાં 5000 જેટલાં મશીનો સ્થપાઇ ચૂક્યાં છે. આજે શનિવારે સુરત આવી રહેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ અંગે રજૂઆત કરાશે.

 

 ગુજરાત સરકાર દ્વારા મંતવ્યો મંગાવવામાં આવી રહ્યાં છે

 

મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ દ્વારા ફેબ્રુઆરી-18માં જાહેર કરાયેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં નવી રાહત જાહેર કરવામાં આવી છે. જેમાં કેપિટલ સબસિડી સામે 35 ટકા સુધી સબસિડી આપવાની સાથે વીજદરમાં પણ સબસિડી આપતાં ત્યાંના ઉદ્યોગકારોને યુનિટદીઠ રૂ. 3.50  જ ચાર્જ ભરવો પડે છે. આ રાહતોની જાહેરાતની સાથે જ સુરતના ઉદ્યોગકારો દ્વારા ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં વીજબિલમાં રાહત માંગવામાં આવી હતી. હજુ તે અંગે ગુજરાત સરકાર દ્વારા મંતવ્યો મંગાવવામાં આવી રહ્યાં છે. ત્યાં તો મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે મહિલાઓના નામે એકમો સ્થાપનાર ઉદ્યોગકારોને વધુ એક રાહત રૂપે વીજદરમાં એડિશન 2.50 રૂ.ની સબસિડી આપી દીધી છે. એટલે મહિલાના નામે ઉદ્યોગ ચલાવનારને ફાળે યુનિટદીઠ 1રૂ.નો જ વીજ ચાર્જ ચૂકવવો પડશે.

 

મહિલાઓના નામે ઉદ્યોગ શરૂ કરનારને નહીંવત સમાન વીજ ચાર્જ ચૂકવવાનો


 આ અંગે પાંડેસરા જીઆઇડીસીના વીવર્સ અગ્રણી નિકુંજ ગુજરાતીએ કહ્યું હતું કે, નવાપુરમાં હજુ સુધી એસોસિએશન ફર્મ નથી થયું એટલે ટફની સબસિડી માટે ઇન્સ્પેક્શન માટે સુરત એસોસિએશનના ઉદ્યોગકારોને લઇ જવાયા હતા. ત્યાં વીજદરમાં રાહતની સાથે મહિલાઓના નામે ઉદ્યોગ શરૂ કરનારને નહીંવત સમાન વીજ ચાર્જ ચૂકવવાનો છે. આ સાથે પાવર પણ 24 કલાક મળી રહ્યો છે. ત્યારે સુરતમાંથી ઇન્ડસ્ટ્રી હિજરત થતી અટકાવવા માટે ગુજરાત સરકારે નવી આકર્ષક સ્કીમ રજૂ કરવી જોઇએ. પાંડેસરામાં પણ 500 જેટલી વીવિંગ મશીનરીઓ છે પરંતુ નવી સ્કીમના કારણે આકર્ષાયને ગયેલા ગુજરાતી ઉદ્યોગકારોએ 5000 જેટલાં મશીનો સ્થાપ્યાં છે.

 

કેસમાં રોકાણ કરનારને 50 ટકા રીફંડ


સુરતથી નવાપુર ઉદ્યોગ સ્થાપનાર એક ઉદ્યોગકારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, પાવરમાં તો મોટી રાહત આપી છે પરંતુ કેશમાં રોકાણ કરનારને 50 ટકા સુધી રોકાણ રીફંડનો બેનિફિટ પણ મળી રહ્યો છે. બીજી તરફ લેબર પણ ગુજરાતની સરખામણીએ સસ્તું પડી રહ્યું છે. સુરતમાં એક યુનિટ પાછળ જેટલો ખર્ચ થાય તેના અડધા ખર્ચમાં નવાપુરમાં એકમ કાર્યરત થઇ જાય છે. સૌરાષ્ટ્રવાસી ભાઈઓએ 30 જેટલાં એકમો સ્થાપી દીધાં છે.
 .

અન્ય સમાચારો પણ છે...