ચૂંટણી / ‘કોંગ્રેસનું ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર આપવાનું વચન ચાંદ-તારા જેવું’:વિજય રૂપાણી

gujarat cm vijay rupani visit in surat

divyabhaskar.com

Apr 07, 2019, 04:00 PM IST

સુરત: મોદીની તમામ યોજના ગરીબો માટે હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય યોજના, આયુષ્માન યોજના. શું આ બધી યોજના અંબાણી, અડાણી, તાતા બિરલા માટેની હતી? કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરામાં ગરીબોને દર વર્ષે ખાતામાં 72 હજાર આપવાનો વચન ચાંદ-તારા જેવો છે. 55 વર્ષમાં જે લોકો ગરીબી નાબૂદી કરવાના નામે ગરીબોના ખાતા પણ ખોલાવી શક્યા નથી. બેન્કમાં ઘુસવા દીધા નથી. તે લોકો હવે 72 હજાર આપવાનો વાયદો કરી ગરીબી હટાવોની વાતો કરે છે એવા આક્ષેપ નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન સમારોહમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા હતા.

તેમણે જાહેર સભા સંબોધતા કહ્યું કે ચૂંટણીમાં એક તરફ ચોકીદાર છે અને બીજી તરફ ચોરોની જમાત છે. જે રીતે કલકત્તામાં મહા મિલાવટ અને મહાગંઠબધન થયું. જે લોકો એકબીજાનાં મોઢા જોવા તૈયાર ન હતા તે બધા લોકો એકબીજાના હાથ પકડીને મોદી હટાવો એ નારા લઇને ભેગા થયા છે. ભ્રષ્ટાચાર સિવાય કશું જ નહીં કરનારા એવા બધા લોકો ચોકીદારને ચોર કહીને દુનિયાની આંખે પાટા બાંધવા નિકળ્યા છે. કોંગ્રેસમાં નહેરૂ પરિવાર અને ગાંધી પરિવાર એ સિવાય કશું જ નહીં. પહેલા નહેરૂ પછી ઇન્દીરા, રાજીવ, સોનિયા, રાહુલ હવે તો બેન પ્રિયંકા ગાંધી પાછળ અનેક ગાંધીઓનું લશ્કર છે. સત્તા માત્ર ગાંધી પરિવાર પાસે રહેવી જોઇએ એ માનસિકતા થી કોંગ્રેસ કામ કરે છે.

નવસારી તેમજ સુરતના ઉમેદવારોના કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા
ચૂંટણી હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચે

દર્શના જરદોશના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગેસીએમ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ,‘ આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે. આ ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની છે. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન માત્રને માત્ર ભ્રષ્ટચાર જ કર્યો છે. કોંગ્રેસ પાસે ખોરા ઢોકળા જેવી નિયત છે.મોદી સરકારે ચોકીદારોની ઈજ્જત વધારી છે. મહાગઠબંધન હજી પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર નથી કરી શક્યું.કોંગ્રેસે ફક્ત લઘુમતીઓનું તૃસ્તીકરણ અને બહુમતીને અન્યાય કર્યો છે.આતંકવાદ મુદ્દે રૂપાણીએ કહ્યું હતું કે સેનાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી કે સમય અને સ્થળ બંને તમારા અને બદલો લેવાયો.

રાહુલ ગાંધી પર સી.એમ.ના પ્રહાર
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, તમે પેરાશૂટથી રાજકરણમાં આવ્યા છે. રાજકરણનો કક્કો પણ તમે જાણતા નથી. વાયનાડમાંથી ફોર્મ ભરવા ગયા એવું દ્ર્શ્ય સર્જાયું હતું કે પાકિસ્તાનમાંથી ફોર્મ ભરવા ગયા છે.

ઓળખી નહીં શકતા પોલીસે કતારગામના ધારાસભ્યને મંચ પર ચડતા રોક્યા
દર્શના જરદોશના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં કાર્યક્રમ શરૂ થયા બાદ સ્થળ પર પહોંચેલા કતારગામ ધારાસભ્ય વીનુ મોરડીયાને સુરક્ષા કર્મચારીઓએ મંચ પર ચડવા ન દીધા હતા. મોરડીયા મીડિયાની બેઠક વ્યવસ્થામાં બેસી ગયા હતા. ભાજપના કાર્યકરે આ બાબતે સુરક્ષાકર્મીઓને સ્પષ્ટતા કરતાં વીનું મોરડીયા મંચ પર જઈ શક્યા હતા.

X
gujarat cm vijay rupani visit in surat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી